<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

મકરસંક્રાંતિ મારો ફેવરીટ તહેવાર, આજે ગુજરાતના લોકો ધાબા પર જ જોવા મળે

હું પણ એક સમયે ત્‍યાં રહેતો હતો, તેથી તેનો ખૂબ શોખ હતો : ભારતીય હવામાન વિભાગના ૧પ૦માં સ્‍થાપના દિવસની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહયું આ માત્ર ભારતીય હવામાન વિભાગની સફર નથી, આ આપણા ભારતમાં આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની સફર પણ છે, IMD વૈજ્ઞાનિક યાત્રાનું પ્રતિક પણ છે

નવી દિલ્‍હી : વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ભારતીય હવામાન વિભાગના ૧પ૦માં સ્‍થાપના દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. અને ‘મિશન મૌસમ'ની શરૂઆત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ મકર સંક્રાંતિને પોતાનો ફેવરીટ તહેવાર ગણાવ્‍યો હતો. તેણે કહયું કે હું ગુજરાતનો રહેવાસી છું. મારો પ્રીય તહેવાર મકરસંક્રાંતિ હતો. આજે ગુજરાતના તમામ લોકો ધાબા  પર હોય છે. હું પણ એક સમયે ત્‍યાં રહેતો હતો, તેથી તેનો ખૂબ શોખ હતો, પણ આજે હું તમારી વચ્‍ચે છું.

તેમણે કહયું કે આજે સૂર્ય ધનુરાશિમાં મકર રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય ધીમે ધીમે ઉત્તર તરફ જાય છે. આપણી ભારતીય પરંપરામાં તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. ખેતીની તૈયારીઓ શરૂ થાય છે. અને તેથી જ ભારતીય પરંપરામાં આ દિવસને ખૂબ જ મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે. તે ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પヘમિમાં વિવિધ સાંસ્‍કૃતિક રંગોમાં ઉજવવામાં આવે છે. આ અવસર પર હું તમામ દેશવાસીઓને મકર સંક્રાંતિ સાથે સંકળાયેલા વિવિધ તહેવારો માટે શુભેચ્‍છા પાઠવું છું.

ભારતીય હવામાન વિભાગના ૧પ૦માં સ્‍થાપના દિવસની ઉજવણીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહયું કે આજે આપણે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઇએમડીના ૧પ૦ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. આ માત્ર ભારતીય હવામાન વિભાગની સફર નથી. આ આપણા ભારતમાં આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની સફર પણ છે. આઇએમડી એ માત્ર કરોડો ભારતીયોની સેવા જ નથી કરી પરંતુ તે ભારતની વૈજ્ઞાનિક યાત્રાનું પ્રતિક પણ બની ગયું છે.

વડાપ્રધાને કહ્યું, ‘કોઇપણ દેશની વૈજ્ઞાનિક સંસ્‍થાઓની પ્રગતિ તેની વિજ્ઞાન પ્રત્‍યેની જાગૃતિ દર્શાવે છે. વૈજ્ઞાનિક સંસ્‍થાઓમાં સંશોધન અને નવીનતા એ નવા ભારતના સિધ્‍ધાંતોનો એક ભાગ છે. તેથી, છેલ્લા ૧૦ વર્ષમાં આઇએમઅડીના ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર અને ટેકનોલોજીમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. અમે ‘મિશન મૌસમ' પણ શરૂ કર્યુ છે જેથી ભારત ભવિષ્‍યમાં દરેક હવામાનની સ્‍થિતિ માટે તૈયાર રહે અને ભારત કલાઇમેટ સ્‍માર્ટ રાષ્‍ટ્ર બને. મિશન મૌસમ ટકાઉ ભવિષ્‍ય અને ભાવિ તત્‍પરતા માટે ભારતની પ્રતિબધ્‍ધતાનું પણ પ્રતીક છે.

વડાપ્રધાને કહયું, ‘કોઇપણ દેશની આપતી વ્‍યવસ્‍થાપન ક્ષમતા માટે હવામાનશાષા સૌથી મહત્‍વપૂર્ણ ક્ષમતા છે. કુદરતી આફતોની અસરને ઘટાડવા માટે. આપણે હવામાન શાષાની કાર્યક્ષમતા વધારવાની જરૂર છે. ભારતે તેનું મહત્‍વ સતત સમજયું છે. આજે આપણે એ આફતોની દિશા બદલવામાં સફળ થઇ રહ્યા છીએ જેને પહેલા ભાગ્‍ય માનવામાં આવતું હતું.

વડાપ્રધાન મોદીએ કહયું કે અમારી આપતિ વ્‍યવસ્‍થાપન ક્ષમતા અમારી હવામાન શાષાની પ્રગતિ સાથે બનાવવામાં આવી છે. આખી દુનિયા આનો ફાયદો ઉઠાવી રહી છે. આજે મારી ફલેશ ફલડ ગાઇડન્‍સ સિસ્‍ટમ નેપાળ, ભૂતાન, બાંગ્‍લાદેશ અને શ્રીલંકાને પણ મદદ કરી રહી છે. જો આપણા પડોશમાં કોઇ આપતિ આવે, તો ભારત મદદ કરવા માટે સૌ પ્રથમ છે. આનાથી વિશ્વમાં ભારત  પ્રત્‍યેનો વિશ્વાસ પણ વધ્‍યો છે. વિશ્વ મીત્ર તરીકે ભારતની છબી વિશ્વમાં વધુ મજબૂત બની છે.

અગાઉ આઇએમડીના ૧પ૦માં સ્‍થાપના દિવસના અવસરે, વડાપ્રધાન મોદીએ દેશને દરેક હવામાન અને આબોહવાનો સામનો કરવા માટે ‘સ્‍માર્ટ રાષ્‍ટ્ર' બનાવવાના ઉદ્‌્‌ેશ્‍ય સાથે ‘મિશન મૌસમ' ની શરૂઆત કરી હતી. રાષ્‍ટ્રીય રાજધાનીમાં ભારત મંડપમ ખાતે આયોજીત સમારોહમાં હાજરી આપતાં વડાપ્રધાને આઇએમડીના વિઝન ર૦૪૭ દસ્‍તાવેજ પણ બહાર પાડયો હતો. આમાં હવામાનની આગાહી, હવામાન વ્‍યવસ્‍થાપન અને આબોહવા પરિવર્તન શમન યોજનાઓનો સમાવેશ થાય છે. અગાઉ, પ્રધાન મંત્રીએ ભારત મંડપમ ખાતે આઇએમડીની  સિધ્‍ધિઓ પર આધારિત પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.

(10:11 AM IST)