તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 15th January 2025
૧૬૮ કલાકમાં ૩૬૦૦ વાર ધરતી ધ્રુજી, એક એક પળ લોકો માટે જોખમી
ભારતથી માત્ર ૧૫૦કિમી દૂર વિનાશ સંકેતો : તિબેટમાં ગત ૭ જાન્યપુઆરીએ આવેલા ભૂકંપમાં ૧૨૬ જેટલા લોકોના મોત થયા હતા : જોકે ત્યાર બાદ અહિંયા સતત ભૂકંપના ઝટકાઓ અનુભવાઈ રહયા છે

નવી દિલ્હી, તા.૧૫: ચીન-નેપાળ બોર્ડર પર ધરતી સતત હલી રહી છે. તિબેટ ધરતી પર સતત ભૂકંપ આવી રહયો છે. ૭ જાન્યુઆરીએ તિબેટના શિજાંગમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ભૂકંપ એક વાર આવતો તો વાત ઠીક પણ એ દિવસે તો અહીંયા થોડા થોડા સમય અંતરે ભૂકંપ આવતો રહ્યો હતો. તે દિવસે ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેમાં ૧૨૬ લોકોના મોત થયા હતા.
જે સ્થળે ભૂકંપ આવ્યો છે તે તિબેટનો વિસ્તાર છે જે ચીન અને નેપાળની સીમા પર આવેલો છે. ચીન તેને પોતાનો વિસ્તાર માને છે. ૭ જાન્યુઆરી પછી અહીંયા હલી રહેલી ધરતી રોકાવાનું નામ નથી લઈ રહી. સતત અહીંયા ભૂકંપ આવી રહ્યા છે. જેના કારણે અહીંયાના લોકો હાલ ભયમાં જીવી રહયા છે. ૭ જાન્યુઆરી પછી એવો એક પણ દિવસ અહીંયા નથી કે જે દિવસે ભૂકંપ ન આવ્યો હોય.
૧૪ જાન્યુઆરીએ પણ અહીંયા ભૂકંપના ઝટકા અનુભવાયા છે. સાથે જ ૧૩ તારીખે પણ અહીંયા ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે ૭ જાન્યુઆરી પછી આ વિસ્તારમાં ૩,૬૧૪ જેટલા ભૂકંપના ઝટકાઓ અનુભવાયા છે. જોકે રાહતની વાત એ છે કે આ મોટા ભાગના ભૂકંપની તીવ્રતા ૩ થી ઓછી રહી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીની માનીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ૩ થી વધુ તીવ્રતા વાળા ૧૫૦ ભૂકંપ અહીંયા આવી ચૂકયા છે.
શિગાજે પ્રાંતનો એક વિસ્તાર છે. જેને શિગાત્સે નામથી પણ જાણવામાં આવે છે. આ વિસ્તાર ભારતની સીમાથી નજીક છે. શિગાત્સેને તિબેટના પવિત્ર શહેરોમાં એક માનવામાં આવે છે. આ પંચેન લામાની પારંપરિક સીટ છે જે તિબેટી અને બૌદ્ધ ધર્મના એક પ્રમુખ વ્યક્તિ છે. તિબ્બતમાં પંચેન લામા, આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા પછી બીજા નંબરે આવે છે. જ્યાં ધરતી હલી રહી છે ત્યાં ૨૭ ગામ છે અને ૬૦ હજાર લોકો ત્યાં રહે છે. તિબ્બતી પઠારને શક્તિશાળી ભૂકંપ સંભવિત ક્ષેત્ર માનવામાં આવે છે. કારણ કે આ એ સ્થાન પર છે જ્યાં ટેક્ટોનિક યૂરેશિયન અને ભારતીય પ્લેટો મળે છે અને ઘણી વાર બળ સાથે તે અથડાતી હોય છે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
