<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

મહાકુંભમાં સ્‍ટીવ જોબ્‍સની પત્‍નિ લોરેનનું,કેમ અધૂરૂ રહયું અમૃત સ્‍નાન કરવાનું સ્‍વપ્‍ન

લોરેન પોવેલે આટલી ભીડ કયારેય જોઈ નથી : આથી મહાકુંભમાં પહોંચતા જ તેમની તબિયત લથડી હતી : આ કારણે અમૃતમાં સ્‍નાન કરવાની તેમની ઈચ્‍છા અધૂરી રહી ગઈ

પ્રયાગરાજ, તા.૧૫: એપલના સહ-સંસ્‍થાપક મહાકુંભમાં અમૃત સ્‍નાનનું સ્‍વપ્ન લઈને પહોંચ્‍યા હતા. સ્‍ટીવ જોબ્‍સની પત્‍ની લોરેન પોવેલની તબિયત અચાનક બગડી હતી. લોરેન પોવેલે તેના ગુરુ સ્‍વામી કૈલાશ નંદ ગિરી સાથે અમૃતસ્‍નાન માટે જવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી હતી. એવું કહેવામાં આવ્‍યું હતું કે લોરેન પોવેલે આટલી ભીડ કયારેય જોઈ નથી. આથી મહાકુંભમાં પહોંચતા જ તેમની તબિયત લથડી હતી. આ કારણે અમૃતમાં સ્‍નાન કરવાની તેમની ઈચ્‍છા અધૂરી રહી ગઈ.

૧૩મી જાન્‍યુઆરીએ ૧૦ દિવસનો કલ્‍પવાસ શરૂ થયોઃ પ્રયાગરાજમાં ૧૩મી જાન્‍યુઆરીથી મહાકુંભ ૨૦૨૫નો પ્રારંભ થયો છે. પોષ પૂર્ણિમાના પ્રથમ સ્‍નાન ૧૩ જાન્‍યુઆરીના રોજ થયા હતા. ૧૪મી જાન્‍યુઆરીએ મકરસંક્રાંતિ પહેલા અમૃત સ્‍નાન ચાલી રહ્‍યું છે. તમામ ૧૩ અખાડાઓમાં લાખો ભક્‍તો સાથે અમૃત સ્‍નાન કરવા આવ્‍યા હતા. દેશ અને દુનિયામાંથી આવતા વિદેશી ભક્‍તો પણ પોતપોતાના ગુરુઓ સાથે અમૃત સ્‍નાનમાં ભાગ લઈ રહયા છે.

સ્‍ટીવ જોબ્‍સની પત્‍ની લોરેન પોવેલ પણ કૈલાશાનંદ ગીરીના અખાડામાં રહી ચૂકી છે. તેણીએ ૧૩મી જાન્‍યુઆરીથી ૧૦ દિવસીય કલ્‍પવાસ શરૂ કર્યો છે. મકરસંક્રાંતિના દિવસે લોરેન પોવેલ કૈલાશાનંદ ગિરી સાથે અમૃતસ્‍નાન માટે જવાની હતી, પરંતુ જ્‍યારે તેણે આવી ભીડ જોઈ ત્‍યારે તે ગભરાઈ ગઈ અને તેની તબિયત બગડી. મહાકુંભ નગરમાં આવ્‍યા બાદ તેણે એલર્જીની ફરિયાદ કરી છે.

લોરેન હવે કમલા બની ગઈ, ગોત્ર બદલ્‍યું: કૈલાશનંદ ગિરીએ તાજેતરમાં જ લોરેન પોવેલને પોતાનો શિષ્‍ય બનાવીને તેમનું ગોત્ર આપ્‍યું છે. તેનું નામ લોરેન પોવેલથી બદલીને કમલા કરવામાં આવ્‍યું છે. કૈલાશનંદ ગિરીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્‍યું કે લોરેન પોવેલ તેમના કેમ્‍પમાં આરામ કરી રહયા છે. તેને ભીડથી એલર્જી છે. લોરેન પોવેલે કહયું છે કે તે આટલી ભીડવાળી જગ્‍યાએ કયારેય નથી ગઈ. જેથી અસ્‍વસ્‍થતા અનુભવાય છે. લોરેન ખૂબ જ સરળ સ્‍વભાવની છે.

લોરેન કાશી વિશ્વનાથની મુલાકાત લીધી હતીઃ લોરેન તાજેતરમાં કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને તેના ગુરુ સ્‍વામી કૈલાશાનંદ સાથે ભગવાન ભોલેનાથની પૂજા કરી હતી. આ પછી ૧૨ જાન્‍યુઆરીએ કુંભનગર પહોંચ્‍યા. તેમણે ૨૯મી જાન્‍યુઆરી સુધી મહાકુંભ મેળામાં રહેવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી હતી. હાલમાં તે ૧૫ જાન્‍યુઆરી સુધી નિરંજની અખાડાના કેમ્‍પમાં રહેશે. ડોકટરોની એક ટીમ તેને જોઈ રહી છે. ૨૦ જાન્‍યુઆરીએ તે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે અમેરિકા જવા રવાના થશે.

(10:37 AM IST)