તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 15th January 2025
લગ્ન પહેલા અમે પવિત્ર રહી શકયા નહીં... પ્રેમાનંદ મહારાજ સામે પહોંચ્યું કપલઃ કર્યો પશ્ચાતાપ
રિવાથી આવેલા એક છોકરાએ પ્રેમાનંદજી મહારાજને કહયું, હું તમારી સામે બેસવા માટે લાયક નથી, દારૂ, માંસ, ગુટખા, ઈંડા, સિગારેટ બધુ જ ખાતો પીતો હતો : ૯ વર્ષ સુધી સંબંધમાં રહયા : પણ લગ્ન પહેલા પવિત્ર રહી શકયા નહીં

પ્રયાગરાજ, તા.૧૫: આંતરજાતીય લગ્ન એટલે કે, ઇન્ટરકાસ્ટ મેરેજને લઈને સમાજમાં ઘણા પ્રકારની વાતો થાય છે. કેટલાક લોકો આ પ્રકારના લગ્નને સંપૂર્ણ રીતે ધર્મ વિરુદ્ધ માને છે. જ્યારે ઘણાં લોકોનું માનવું છે કે, પહેલાના જમાનામાં પણ આવી વ્યવસ્થા હતી. પરંતુ લગ્ન સંબંધિત ઘણાં એવા સવાલો છે, જે લોકોના મનમાં હોય છે. આવી જ સમસ્યામાં ફસાયેલું એક કપલ વળંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજ પાસે પોતાનો સવાલ લઈને પહોંચ્યું હતું. દારૂ, માસ-મદિરા, સિગારેટ જેવા વ્યસનનું સેવન કરતો આ યુવક ભક્તિ માર્ગ પર નિકળી ગયો છે. તેણે પોતાના લવ મેરેજ સંબંધિત એક સવાલ જ્યારે પ્રેમાનંદ મહારાજ સામે રાખ્યો, તો જાણો તેઓએ શું કહયું?
રિવાથી આવેલા એક વ્યક્તિએ પ્રેમાનંદ મહારાજ સામે પોતાનો સવાલ રાખતા કહયું, રાધે રાધે ગુરુજી, હું તમારી સામે બેસવા લાયક નથી. દારૂ, માંસ, ગુટખા, ઈંડા, સિગારેટ વગેરે કર્મ કરતો હતો. પણ તમારી સંગતી અને રાધા રાનીના નામથી હવે આ બધી જીવનમાંથી ગાયબ થઈ ગયું છે. આ સાંભળતા જ પ્રેમાનંદ મહારાજ કહે છે. આ બધુ છોડી દીધું, ખૂબ જ બહાદુર વ્યક્તિ છો. આગળ આ વ્યક્તિએ સવાલ પૂછે છે કે, તેણે અને તેની પત્નીએ લવ મેરેજ કર્યાં છે. ૯ વર્ષ સંબંધમાં રહયાં, ખૂબ સમસ્યાઓ આવી, પરંતુ લગ્ન પહેલા પવિત્ર રહી શકયા નહીં. માતા-પિતાની મરજીથી લગ્ન થઈ ગયા. પરંતુ તમારો સત્સંગ સાંભળ્યા પછી પશ્ચાતાપ થઈ રહયો છે, કે લગ્ન પહેલા પવિત્ર રહી શકયાં નહીં.
આ પ્રશ્ન સાંભળીને પ્રેમાનંદ મહારાજે પૂછયું, ‘તમે જેની સાથે મિત્રતા કરી હતી તેની સાથે લગ્ન કર્યા ને?' તેઓ આગળ કહે છે, ‘જુઓ, તમે જેને પ્રેમ કરતા હતા તેની સાથે લગ્ન કર્યા, અમને આ અંગે કોઈ ફરિયાદ નથી. તમારા પ્રેમને શુદ્ધ પ્રેમમાં ફેરવો અને ભગવાનની ભક્તિમાં આગળ વધો, તો તમારો પ્રેમ સાર્થક થશે. આજકાલ જે પ્રેમ થાય છે તે બધો શો અને ડ્રામા છે. પહેલા વાસના પૂરી કરે અને પછી બ્રેકઅપ કરી નાખે. તમે શરીર વિશે શું વિચારો છો? અરે, તે જીવનચરિત્ર છે. કોઈને એકવાર પ્રેમ કરો, તેને જીવનભર પ્રેમ કરો અને આગળ વધો, આપણે બીજી બાજુ જોવા નથી માંગતા. તમે કયાંથી છો, આ જોવાનું નથી. બંનેએ પ્રેમ કર્યો, ઠીક છે. બંનેએ શરીર સંબંધ બાંધ્યા, ઠીક છે. પરંતુ તેને જીવનભર જાળવી રાખો. કારણ કે આ જરૂરિયાતનો સમય છે, જો આટલો જ નિર્વાહ થઈ જાય, તો તે ઘણું છે.
લિવ-ઈન જેવા આજના રિલેશનશિપ ટ્રેન્ડ વિશે વાત કરતાં પ્રેમાનંદ મહારાજ કહે છે, ‘તમે શરીરને રમત સમજી રાખ્યું છે.' તેઓ આગળ કહે છે કે, કોઈ આવીને મને કહી રહ્યું હતું કે, ભારતને વિશ્વ ગુરુ બનાવવું છે. આવી રીતે વિશ્વ ગુરુ બનશે? જ્યારે આપણા ઘરમાં જ પોલ છે. આપણે ઘરના ગુરુ તો બની શકતા નથી, આપણે વિશ્વ ગુરુ બની રહયા છીએ.
તે વધુમાં કહે છે કે, પ્રેમ લગ્ન પછી એક વર્ષમાં લોકો છૂટાછેડા લઈ લે છે. આ તમારા પ્રેમ લગ્ન છે, આ છે પ્રેમ. તે કપલને આગળ સમજાવે છે કે, ‘સુખી જીવન જીવવા માટે સહનશીલ બનો. એક બીજાની ભૂલ થાય તો, જતુ કરવાની ભાવના રાખો, આવી રીતે જ જીવન ચાલશે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
