તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 15th January 2025
સોનાની ખાણમાં ૧૦૦ મજૂરોના ભુખ તરસથી તડપી તડપીને મોત
બિનકાયદેસર ખનન અટકાવવા માટે પોલીસની ક્રૂર કાર્યવાહી ખાણીયા અંદર હતા અને બહારથી જ દોરડું કાપી નાખ્યું હતું

ડરવાન, તા.૧પઃ દક્ષિણ આફ્રિકાની બિનકાયદેસર ખાણમાં ૧૦૦ મજુરોના મોતના મામલાએ તમામ લોકોને ઝકઝોરી નાખ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ભુખ હોવાનું જણાવાઇ રહ્યું છે. ખાણમાં ભોજન-પાણીનો સપ્લાય અટકી જવાના કારણે મજુરોના મોત થઇ ચુકયા છે.
બિનકાયદેસર રીતે સોનાની ખાણમાં જતા રહે છે શ્રમજીવી. દક્ષિણ આફ્રીકાની બિનકાયદેસર ખાણમાં ૧૦૦ મજુરોના મોતના મામલાએ તમામ લોકોને ઝકઝોરી નાખ્યા છે. ખાણમાં ફસાયેલા મજુરો અનેક મહિનાઓ સાથે ભુખ અને તરસનો સામનો કરતા હતા. દક્ષિણ આફ્રિકાના સ્ટિલફોટેન શહેરની નજીક બફેલ્સફોંટેનમાં આવેલી સોનાની ખાણમાં આશરે ૧૦૦ થી વધારે મજુરો ફસાયેલા હતા. જેને બહાર કાઢવા દરમિયાન માહિતી મળી કે ભુખ અને તરસના કારણે તેમના મોત થઇ ચુકયા છે. આ ઘટના સાથે જોડાયેલા મજુરો દ્વારા મોબાઇલ ફોન દ્વારા મોકલાયેલા વીડિયો દ્વારા મળી. જેમાં પ્લાસ્ટિકમાં લપેટાયેલા શબ જોવા મળ્યા છે.
૨૬ શ્રમજીવીઓને બહાર કાઢવામા આવ્યા છે. માઇનિંગ અફેક્ટેડ કમ્યુનિટીઝ યુનાઇટેડ ઇન એક્શન ગ્રુપ અનુસાર રાહત કાર્યમાં અત્યાર સુધી ૨૬ મજુરોને જીવીત બહાર કાઢવામાં આવી ચુકયા છે અને ૧૮ શબોને પણ બહાર કાઢવામાં આવી ચુકયા છે. જો કે આ ખાણ એટલી ઉંડી છે કે ત્યાં હજી પણ આશરે ૫૦૦ મજુરો ફસાયેલા હોઇ શકે છે. ખાણની ઉંડાઇ ૨.૫ કિલોમીટર હોવાનું જણાવાઇ રહ્યું છે.
પોલીસ અને મજુરો વચ્ચે ગતિરોધઃ પોલીસ તરપતી ખાણને સીલ કરવાના પ્રયાસ બાદ મજુરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસનું કહેવું છે કે, મજુરોની ધરપકડના ડરથી બહાર નહોતા આવી રહ્યા, જ્યારે મજુરોનો આરોપ છે કે, પોલીસે તેમના દોરડા કાપી નાખ્યા હતા. જેના કારણે તેઓ બહાર જ નિકળી શકયા નહોતા.
ભુખ અને તરસના કારણે મોતઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પહેલું મોતના કારણે ભુખ હોવાનું જણાવાયું છે. ખાણમાં ભોજન અને પાણીનો સપ્લાય બંધ થવાના કારણે તમામ મજુરોના મોત થયા છે. મજુરોના મોતે ખાણની સુરક્ષા અને નિયંત્રણ પર ગંભીર સવાલો પેદા કર્યા છે.
બિનકાયદેસર ખનનું ચલણઃ દક્ષિણ આફ્રિકામાં બિનકાયદેસર ખનન એક સામાન્ય સસ્યા છે. મોટી કંપનીઓ જ્યારે ખાણને બેકાર સમજીને છોડી દે છે તો સ્થાનિક ખાણીયા તેમા વધેલું સોનું પોતે બહાર કાઢીને તેને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે આ સંપુર્ણ મેન્યુઅલ પ્રકારે છે. આ લોકો પોતાનો ટિફિન અને પાણીની બોટલો સાથે ઉતરે છે. દોરડાની મદદથી ઉતરે છે. તેવામાં તેઓ ફસાય તો પણ અનેક દિવસો સુધી તેમની ખબર પડતી નથી.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
