<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

પંજાબ નેશનલ બેન્કમાં ખાતું હોય તો KYC બાકી હોય તો કરવી લે જો:છેલ્લી તારીખ 23 જાન્યુઆરી

જો તમારું પણ આ બેન્કમાં ખાતુ હોય તો સાવધાન થવાની જરૂર છે. નહિતર તમારું એકાઉન્ટ જલ્દી જ બંધ થઈ શકે

નવી દિલ્હી : બેન્કિંગ સેક્ટરના વધતાં જતાં વ્યાપ અને ઓનલાઈન વધતી જતી સુવિધાઓ વચ્ચે સમયાંતરે બેન્કમાં KYC કરાવવું જરૂરી બની જાય છે.RBIની ગાઈડલાઈન અનુસાર, તમામ ગ્રાહકો માટે KYC અપડેટ કરવું જરૂરી છે. જો તમે કેવાયસી સમયસર નથી કરાવતા તો તમારા એકાઉન્ટને લગતી સેવાઓ સ્થગિત થઈ જાય છે અને તમારા મહત્ત્વના કામ અટકી જાય છે

    પબ્લિક સેક્ટરની પંજાબ નેશનલ બેન્કના ખાતેદારો માટે મોટા સમાચાર છે કે જો તમારું પણ આ બેન્કમાં ખાતું છે અને તમે હજુ સુધી KYC અપડેટ કરાવ્યું નથી, તો તમારી પાસે 23 જાન્યુઆરી, 2025 સુધી સમય છે અપડેટ કરાવવા માટે જેથી તેના ખાતાનું સારી રીતે સંચાલન થઈ શકે. આ એ ખાતેદારો માટે છે જેમને તેમના એકાઉન્ટનું KYC 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં કરાવ્યું ના હોય.

   પબ્લિક સેક્ટરના પંજાબ નેશનલ બેન્કના ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જો તમારું પણ આ બેન્કમાં ખાતુ હોય તો સાવધાન થવાની જરૂર છે. નહિતર તમારું એકાઉન્ટ જલ્દી જ બંધ થઈ શકે છે. તમે હજુ સુધી KYC અપડેટ કરાવ્યું નથી, તો તમારી પાસે 23 જાન્યુઆરી, 2025 સુધી સમય છે

પંજાબ નેશનલ બેન્કે કહ્યું છે કે, RBIની ગાઈડલાઈન અનુસાર, તમામ ગ્રાહકો માટે KYC અપડેટ કરવું જરૂરી છે. બેન્કે ગ્રાહકોને કહ્યું કે, તે પોતાનું KYC 23 જાન્યુઆરી, 2025 સુધીમાં અપડેટ કરી દે, જેથી તેના ખાતાનું સારી રીતે સંચાલન થઈ શકે. એ એવા ગ્રાહકોને લાગુ પડે છે જેના એકાઉન્ટનું KYC 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં થવાનું હતું.

PNBના ખાતેદારોને KYC માટે ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો, તાજેતરનો ફોટોગ્રાફ, PAN/ફોર્મ 60, આવકનો પુરાવો, મોબાઈલ નંબર સબમિટ કરવાની રહેશે. આ તમે PNB One/Internet Banking Services (IBS) અથવા તમારી હોમ બ્રાન્ચમાં રજિસ્ટર્ડ ઈ-મેલ/પોસ્ટ દ્વારા 23 જાન્યુઆરી સુધી પણ કરી શકશો.

વધુમાં, જો નિર્ધારિત સમયની અંદર KYC વિગતો અપડેટ કરવામાં નહીં આવે તો એકાઉન્ટને સંલગ્ન સર્વિસમાં વિક્ષેપ પડી શકે છે. કોઈ પણ ખાતેડાર મદદ માટે નજીકની પંજાબ નેશનલ બેન્કની શાખાની મુલાકાત લઈ શકે છે અથવા ઓફિશિયલ વેબસાઇટ https://www.pnbindia.in પર જઈ શકે છે.

(12:00 PM IST)