તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
'ઈન્દિરા ભવન'નું નામ બદલવા માંગ: કોંગ્રેસ નવા કાર્યાલયની બહાર 'સરદાર મનમોહન સિંહ ભવન'ના પોસ્ટર લગાવાયા : જુઓ વિડિઓ

कांग्रेस अध्यक्ष श्री @kharge, CPP चेयरपर्सन श्रीमती सोनिया गांधी जी और नेता विपक्ष श्री @RahulGandhi ने कांग्रेस के नए मुख्यालय 'इंदिरा भवन' का उद्घाटन किया।
— Congress (@INCIndia) January 15, 2025
कांग्रेस का नया मुख्यालय देश में सेवा, सौहार्द, कर्तव्यनिष्ठा और राष्ट्रप्रेम का प्रतीक है।
📍 नई दिल्ली pic.twitter.com/dBwTwOIz8G
નવી દિલ્હી. કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીએ દિલ્હીમાં પાર્ટીના નવા હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી પણ હાજર હતા.
ઉદ્ઘાટન સાથે જ કોંગ્રેસના નવા મુખ્યાલયને લઈને પણ વિવાદ શરૂ થઈ ગયો છે. તેનું નામ 'ઈન્દિરા ભવન'થી બદલીને 'સરદાર મનમોહન સિંહ ભવન' કરવાની માંગ કરવામાં આવી રહી છે. પાર્ટી કાર્યાલયની બહાર આને લગતું પોસ્ટર લગાવવામાં આવ્યું છે.
અતિ આધુનિક નવું હેડક્વાર્ટર કોંગ્રેસનું જૂનું મુખ્યાલય લુટિયન બંગલા ઝોનમાં 24 અકબર રોડ પર આવેલું હતું. પરંતુ હવે કોંગ્રેસ હેડક્વાર્ટરનું નવું સરનામું કોટલા માર્ગ પર 9-A ઈન્દિરા ગાંધી ભવન બની ગયું છે. નવી ઇમારતનો શિલાન્યાસ સોનિયા ગાંધી દ્વારા 28 ડિસેમ્બર 2009ના રોજ કરવામાં આવ્યો હતો
કોંગ્રેસનું નવું મુખ્યાલય અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે. બિલ્ડીંગની બરાબર મધ્યમાં રિસેપ્શન બનાવવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ડાબી બાજુએ હાઇ ટેક પ્રેસ કોન્ફરન્સ રૂમ છે. કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જની પણ આ જ બાજુ ઓફિસ હશે
પ્રથમ માળે કાર્યક્રમો માટે હાઇટેક ઓડિટોરિયમ બનાવવામાં આવ્યા છે. બીજા, ત્રીજા અને ચોથા માળે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધિકારીઓની ઓફિસો હશે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માટે અલગ-અલગ ઓફિસ હશે.
રિસેપ્શનની પાછળ જ કેન્ટીન વિસ્તાર છે. ખેડૂત વિભાગ અને ડેટા વિભાગ માટે અલગ-અલગ રૂમ હશે. ટીવી ડિબેટમાં ભાગ લેતા પ્રવક્તા માટે નાની સાઉન્ડપ્રૂફ ચેમ્બર બનાવવામાં આવી છે. તેની બાજુમાં જ પત્રકારો અને કેમેરાપર્સન માટે બેઠક રૂમ પણ બનાવવામાં આવ્યા છે. નવા હેડક્વાર્ટરમાં પાર્ટીના ઘણા જૂના નેતાઓના ફોટોગ્રાફ્સ પણ લગાવવામાં આવ્યા છે. તેમાંથી ઘણા તો પાર્ટી છોડી ચૂક્યા છે. આ પાછળ પ્રિયંકા ગાંધીનું મગજ હોવાનું કહેવાય છે.
સુપ્રીમ કોર્ટે એક આદેશમાં લુટિયન ઝોનમાંથી રાજકીય પક્ષોના કાર્યાલયોને હટાવવાનું કહ્યું હતું. આ પછી, 2005-06માં, કેન્દ્ર સરકારે ITO ચોક અને કનોટ પ્લેસને જોડતા દીનદયાળ ઉપાધ્યાય માર્ગ નજીક રાજકીય પક્ષોને ઓફિસ પ્લોટ ફાળવવાની પ્રક્રિયા શરૂ કરી.
ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યાલયો પણ કોંગ્રેસના નવા મુખ્યાલયથી થોડે દૂર છે. દિલ્હી કોંગ્રેસનું દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર કાર્યાલય પણ છે. દિલ્હી ભાજપ કાર્યાલય પણ ટૂંક સમયમાં અહીં શિફ્ટ થશે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
