તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 15th January 2025
વગર છૂટાછેડાએ અલગ રહેતી મહિલા કરાવી શકે છે ગર્ભપાત, એની માટે.. હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
પંજાબ-હરિયાણા હાઇકોર્ટે એક સંગીન નિર્ણય લેતા સ્પષ્ટ કર્યું કે જો કોઈસ્ત્રી છૂટાછેડા લીધા વિના તેના પતિથી અલગ રહે છે તો તે તેના પતિની પરવાનગી લીધા વગર ગર્ભપાત કરાવી શકે છે

ચંડીગઢ, તા.૧પઃ પંજાબ-હરિયાણા હાઇકોર્ટઃ યાચિકાએ પોતાના ૧૮ અઠવાડિયાના ગર્ભને સમાપ્ત કરવા માટે મોહાલીના ફોર્ટિસ હોસ્પિટલને મંજૂરી આપવા માંગ કરી છે, આસ્ત્રી દહેજના કારણે સાસરિયાં પક્ષથી હેરાન કરવામાં આવવાના લીધે તેના પતિથી અલગ રહે છે, અને આ કેસમાં પતિની અનુમતિ વગર જ તેને ગર્ભપાત માટે મંજૂરી અપાઈ છે. હાઇકોર્ટે મામલા સંબંધી તમામ તથ્યોને આધારે આ નિર્ણય સંભળાવ્યો હતો.
હાઇકોર્ટે જાણ્યું કે અરજદાર ઘરેલુ હિંસાને કારણે તેના પતિથી અલગ છે પરંતુ કાયદેસર રીતે છૂટાછેડા લીધેલા નથી, પરંતુ તે તેના પતિથી અલગ રહેતી હોવાના કારણે પતિની સંમતિ વિના ગર્ભપાત કરવી શકે છે હાઈકોર્ટે કહ્યું કે જો કોઈ મહિલાને અનિચ્છનીય ગર્ભાવસ્થા માટે દબાણ કરવામાં આવે છે તો તેને શારીરિક અને ભાવનાત્મક પડકારોનો સામનો કરવો પડી શકે છે. બાળકના જન્મ પછી પણ આવી ગર્ભાવસ્થાના પરિણામોનો સામનો કરવાથી અરજદાર પર વધારાનો બોજ પડે છે. આનાથી તેના રોજગાર અને પરિવારની આવકમાં યોગદાન જેવા પરિબળો પર અસર પડી શકે છે.
ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને, કોર્ટે અરજીને મંજૂરી આપી અને અરજદારને આદેશના ત્રણ દિવસની અંદર સંબંધિત સીએમઓનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો. જોકે અરજદાર વિધવા કે છૂટાછેડા લીધેલી મહિલા નથી, તેણે કાયદેસર પરિસ્થિતવન અનુરૂપ છૂટાછેડા લીધા વિના તેના પતિથી અલગ રહેવાનું નક્કી કર્યું હોવાથી, તે ગર્ભપાત કરાવી શકે છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
