તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 15th January 2025
કાશ્મીરમાં પાંચમો ‘ખેલો ઇન્ડીયા વીન્ટર ગેમ્સ' દેશભરના ૧૦૦૦ ખેલાડીઓ લેશે ભાગ
રર થી રપ ફેબ્રુઆરી ગુલમર્ગમાં અને ર૩ થી ર૭ જાન્યુઆરી લદ્દાખમાં યોજાશે હરિફાઇ

જમ્મુ, તા.૧પ : કાશ્મીરમાં પાંચમો ‘ખેલો ઇન્ડીયા વીન્ટર ગેમ્સ'ની તૈયારીઓ પુરજોશમાં છે અને દેશભરમાંથી ૧૦૦૦ થી વધારે એથ્લેટો તેમાં ભાગ લેવાની આશા છે. શીયાળુ રમતો અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના ઉદેશથી આયોજીત આ બહુપ્રતિષ્ઠિત કાર્યક્રમ રર થી રપ ફેબ્રુઆરી ગુલમર્ગમાં અને ર૩ થી ર૭ જાન્યુઆરી સુધી લદ્દાખમાં યોજાશે. જેમાં બરફ પર આધારિત હરિફાઇઓ થશે.
આયોજનમાં લાગેલા અધિકારીઓ અનુસાર, આ આયોજનમાં આલ્પાઇન, સ્કીઇંગ, નોર્ડીક સ્કીઇંગ, સ્નોબોર્ડીંગ અને સ્કી માઉન્ટેનીયરીંગની હરીફાઇઓ થશે, જેમાં ભારતભરના રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા એથ્લેટો સામેલ થશે.
આગામી કાર્યક્રમ અંગે વાત કરતા ગુલમર્ગના ધારાસભ્ય ફારૂક શાહે વ્યવસ્થાઓ પર વિશ્વાસ વ્યકત કરતા કહ્યું કે ગુલમર્ગ ટુંક સમયમાં દેશભરના ૧૦૦૦ એથ્લેટોનું સ્વાગત કરશે. આ માત્ર મતો માટેનું જ આયોજન નથી પણ તે આ વિસ્તારમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો એક મહત્વપૂર્ણ અવસર પણ છે.
તેમણે કહ્યું કે તૈયારીઓ પુરજોશમાં છે અને અધિકારીઓ આ આયોજનને બધા માટે યાદગાર અનુભવની સાથે એક શાનદાર સફળતા બનાવવા કરી બધ્ધ છે. ટીકાકારોને જવાબ આપતા તેમણે કહ્યું કે અમને અમારા નેતા પર વિશ્વાસ છે અને ઝેડ-મોડ સુરંગના ઉદ્દઘાટન દરમ્યાન જમ્મુ-કાશ્મીરનો રાજયનો દરજજો મળવાની પણ આશા વ્યકત કરી હતી. ઉલ્લેખનીય છે કે સોમવારે ઝેડ એડ સુરંગના ઉદ્્ઘાટન દરમ્યાન વડાપ્રધાન મોદીએ ગુલમર્ગને દેશની શિયાળુ રમતોની રાજધાની જાહેર કરી હતી, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ મેપ પર તેના વધી રહેલા મહત્વને દર્શાવે છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
