<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

ધાર્મિક યાત્રા યુવાનોની પહેલી પસંદગી બની, હરિદ્વાર- તિરુપતિ અને અજમેર શરીફ પ્રિય સ્‍થળો બન્‍યા

૨૧મી સદીમાં પણ ભારતમાં સાંસ્‍કળતિક અને આધ્‍યાત્‍મિક પરંપરાઓ અને શ્રદ્ધાથી પ્રેરિત યાત્રા પ્રત્‍યેનો ઝુકાવ ઘટવાને બદલે વધી રહ્યો છે ૨૦૨૪માં દર ચોથા ભારતીય એ એટલે કે ૨૫% ધાર્મિક સ્‍થળોની મુલાકાત લીધી

નવી દિલ્‍હી, તા.૧પઃ ધાર્મિક પર્યટન એ ભારતના પર્યટન અર્થતંત્રની કરોડરજ્જુ છે. કન્‍સલ્‍ટન્‍સી એજન્‍સી કાંતારના તાજેતરના TGI રિપોર્ટ દ્વારા ફરી એકવાર આ વાતની પુષ્ટિ થાય છે. એજન્‍સીના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્‍યો છે કે ૨૦૨૪ માં, દર ચોથો એટલે કે ૨૫% ભારતીયો ધાર્મિક સ્‍થળોની મુલાકાત લીધી એ નોંધનીય છે કે આ ધાર્મિક યાત્રાઓમાં દેશના યુવાનો સૌથી આગળ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે ધાર્મિક પર્યટનનો ટ્રેન્‍ડ દક્ષિણ અને ઉત્તર ભારતમાં સમાન રીતે હાજર છે. ધાર્મિક યાત્રાઓમાં યુવાનોની આ વધતી ભાગીદારી એ વાતનો પુરાવો છે કે ૨૧મી સદીમાં પણ ભારતમાં સાંસ્‍કળતિક અને આધ્‍યાત્‍મિક પરંપરાઓ અને શ્રદ્ધાથી પ્રેરિત યાત્રા પ્રત્‍યેનો ઝુકાવ ઘટવાને બદલે વધી રહ્યો છે.

હરિદ્વારથી તિરુપતિ અને અજમેર શરીફ સૌથી પ્રિય છેઃ ૧- હરિદ્વાર મોખરે રિપોર્ટમાં, હરિદ્વાર ભારતમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલા ધાર્મિક સ્‍થળ તરીકે ઉભરી આવ્‍યું છે, ત્‍યારબાદ શિરડી, તિરુપતિ, અયોધ્‍યા અને અજમેર શરીફનો ક્રમ આવે છે. હરિદ્વાર (૫૪%) ખાસ કરીને ઉત્તર ભારતીયોમાં સૌથી વધુ લોક-યિ છે. ૨- દક્ષિણ ભારતીયો તિરુપતિ જાય છે. ધાર્મિક યાત્રાઓ નિકટતા અને કૌટુંબિક યાત્રા પરંપરાઓથી -ભાવિત હોય છે. દક્ષિણ ભારતીયો મુખ્‍યત્‍વે તિરુપતિ (૮૨%) ની મુલાકાત લે છે, ત્‍યારબાદ શિરડી (૫૯%) આવે છે. યાત્રાધામો પર ઉંમર અને લિંગનો -ભાવ પડે છે, અયોધ્‍યા જનારાઓમાં પુરુષો આગળ છે.૧. અહેવાલ મુજબ, મોટાભાગના ધાર્મિક યાત્રાળુઓ ૨૫-૪૪ વર્ષની વય જૂથમાં આવે છે. ૨૫-૩૪ વર્ષની વય જૂથના લોકોએ હરિદ્વાર પસંદ કર્યું, જ્‍યારે ૩૫-૪૪ વર્ષની વય જૂથના લોકોએ અયોધ્‍યા પસંદ કર્યું.૨. હરિદ્વાર (૬૧%) અને અયોધ્‍યા (૬૯%) ના યાત્રાળુઓમાં પુરુષો બહુમતી ધરાવે છે. તેમાં કહેવામાં આવ્‍યું છે કે આ સ્‍થળોને મહિલાઓ માટે વધુ આકર્ષક બનાવવા માટે પગલાં લેવાની જરૂર છે.

શ્રીમંત વર્ગ સૌથી આગળ છે. સામાજિક-આર્થિક વલણો ધાર્મિક પર્યટન મુખ્‍યત્‍વે NCCS (નવી ગ્રાહક વર્ગીકરણ પ્રણાલી) માં શ્રેણી A સામાજિક-આર્થિક વર્ગ દ્વારા રજૂ કરાયેલા સમળદ્ધ વર્ગનું પ્રભુત્‍વ ધરાવે છે.નિષ્‍ણાત અભિપ્રાયઃ બ્રાન્‍ડ્‍સ માટે ધાર્મિક પર્યટન એક મોટી તક છે. ધાર્મિક પર્યટન બ્રાન્‍ડ્‍સને વૈવિધ્‍યસભર અને આધ્‍યાત્‍મિક રીતે પ્રેરિત પ્રેક્ષકો સાથે જોડાવા માટે એક અનોખું પ્‍લેટફોર્મ પ્રદાન કરે છે. કંતારના આગામી મહા કુંભ મેળાના અહેવાલમાં યાત્રાળુઓની ખર્ચ કરવાની આદતો, મુસાફરીની રીતો અને પસંદગીઓ પર ઊંડાણપૂર્વક નજર નાખવામાં આવશે. આ રિપોર્ટમાં ધાર્મિક પર્યટન પર ડિજિટલ પ્‍લેટફોર્મ, ટ્રાવેલ એપ્‍સ અને ઓનલાઈન ચુકવણી પદ્ધતિઓની અસરની પણ તપાસ કરવામાં આવશે, જે પરંપરાગત પ્રથાઓમાં ટેકનોલોજીના વધતા એકીકરણને પ્રતિબિંબિત કરે છે. પુનિત અવસ્‍થી, ડિરેક્‍ટર, કાંતાર, દક્ષિણ એશિયા.

(4:38 PM IST)