<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

મહાકુંભ ખાતે માયાભાઈ આહીરનું સાહિત્ય વિભૂષણ પદવીની સન્માન

સભાપતિ પ્રેમગીરીજી મહારાજ ના વરદ હસ્તે આ પદવીથી સન્માનિત કરાયા

પ્રયાગરાજમાં મહાકુંભના મહામેળામાં ગુજરાતના જાણીતા લોકડાયરાના કલાકાર માયાભાઇ આહિરનું સાહિત્ય વિભૂષણથી સન્માન કરાયું છે, 

  તીર્થરાજ પ્રયાગ ખાતે ચાલી રહેલ મહાકુંભ મેળામાં આચાર્ય મહાસભા ના અધ્યક્ષ અને પંચનામ જૂના અખાડા ના મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદ ગીરીજી મહારાજે “સાહિત્ય વિભૂષણ” ની પદવી આપવાની જાહેરાત કરી તેમજ સભાપતિ  પ્રેમગીરીજી મહારાજ ના વરદ હસ્તે આ પદવીથી  સન્માનિત કરવામાં આવ્યા છે તેમ જણાવી માયાભાઈએ ટ્વીટમાં લખ્યું કે ' એ મારી સમગ્ર સાહિત્ય યાત્રા દરમિયાન મને પ્રાપ્ત થયેલ દિવ્ય સંતોના શુભાશિષ એવમ્ સંતોનાં સાંનિધ્યની કૃપાનો પ્રસાદ માનું છું…આ સન્માન મારા સમગ્ર સાહિત્ય જગતનું સન્માન છે અને હું આ સન્માન મારા ક્ષેત્રના સર્વે સાહિત્યકારો એવમ્ શ્રોતાઓને મારા આ સન્માનનના ભાગીદાર ગણીને ગૌરવ અનુભવું છું….સંતોનું સ્થાન સદા અમારા હ્રદયમાં રહે અને અમારું સ્થાન સદા સંતોના ચરણોમાં રહે એ જ પ્રાર્થના એવમ્ અભ્યર્થના સહ સર્વે સંતોના ચરણોમાં કોટી કોટી વંદન સહ આભાર…

(7:42 PM IST)