<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

શબગૃહમાં લઈ જતી વખતે એક વ્યક્તિ અચાનક જીવતો થયો:અખબારોમાં પ્રકાશિત થઈ 'શ્રદ્ધાંજલિ

કેરળમાં 67 વર્ષના એક વ્યક્તિનો કિસ્સો ચર્ચાનો વિષય બન્યો:હોસ્પિટલમાં મૃત જાહેર :શબઘરમાં લઈ જતી વખતે તે અચાનક જીવતો થયો

કેરળના કન્નુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વૃદ્ધને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો, જ્યારે તેને શબગૃહમાં લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે કંઈક એવું બન્યું કે હોસ્પિટલ સ્ટાફ આશ્ચર્યચકિત થઈ ગયો. એક કર્મચારીના કહેવા પ્રમાણે, થોડા સમય પહેલા મૃત્યુ પામેલ એક વ્યક્તિ જીવિત થયો હતો. આ વ્યક્તિ જીવિત થતાં જ સ્થળ પર હાજર કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ઘટના હોસ્પિટલમાં ચર્ચાનો વિષય બની છે. આ ઘટના આશ્ચર્યજનક પણ છે કારણ કે એક દિવસ પહેલા અખબારોમાં મૃત્યુના સમાચાર પણ પ્રકાશિત થયા હતા.

  આ મામલો કન્નુર જિલ્લાની એકેજી મેમોરિયલ કોઓપરેટિવ હોસ્પિટલનો છે. અહીંના પચાપોયિકાના એક વૃદ્ધ નિવાસી પવિત્રનને મેંગલુરુની હેગડે હોસ્પિટલમાં લાંબા સમય સુધી સઘન સંભાળમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમને શ્વાસની ગંભીર સમસ્યાઓના કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જ્યારે તેની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો ત્યારે પરિવારે લાઈફ સપોર્ટ હટાવવાનો નિર્ણય કર્યો

  વેન્ટિલેટર હટાવ્યા બાદ હોસ્પિટલના ડોક્ટરોએ 67 વર્ષીય પવિત્રનનો પલ્સ રેટ ચેક કર્યો અને પછી તેમને મૃત્યુ જાહેર કર્યા. આ પછી, પરિવારની વિનંતી પર, મૃતદેહને શબગૃહના રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યો હતો. પીટીઆઈના જણાવ્યા અનુસાર, કેટલાક સંબંધીઓ તેમના અંતિમ દર્શન માટે આવવાના બાકી હતા, તેથી શબને શબને સુરક્ષિત રાખવાની તૈયારીઓ ચાલી રહી હતી

મળતી માહિતી મુજબ, શબગૃહના કર્મચારીઓ જ્યારે મૃતદેહને મોર્ચરીમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે મૃતદેહમાં હલચલ જોવા મળી હતી. સ્થાનિક મીડિયાને આપેલા નિવેદનમાં એક કર્મચારીએ કહ્યું કે પવિત્રનના એક હાથ પરની આંગળી ધ્રૂજી રહી હતી. જ્યારે તેણે આ જોયું તો તે ચોંકી ગયો અને તેણે તરત જ ડોક્ટરોને આ બાબતની જાણ કરી. એવી માહિતી મળી રહી છે કે પવિત્રનના અંતિમ સંસ્કારની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ હતી, પરંતુ અચાનક થયેલા ચમત્કારથી બધા ચોંકી ગયા છે.

(7:47 PM IST)