તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 15th January 2025
વિરાટ-અનુષ્કાએ અલીગઢમાં બનાવ્યું નવું હૉલીડે હોમ: કિંમત 34 કરોડ : 8 એકરના પ્લોટમાં આલીશાન બંગલાની તસ્વીરોમાં જુઓ ખાસિયત
10000 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ વિલામાં તાપમાન નિયંત્રિત પૂલ, એક વિશિષ્ટ રસોડું, ચાર બાથરૂમ, એક જેકુઝી, વિશાળ બગીચો કવર્ડ પાર્કિંગ, સ્ટાફ ક્વાર્ટર્સ સહિતની સુવિધાઓ

મુંબઈ : સ્ટાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી મંગળવારે સવારે અલીબાગ સ્થિત પોતાના હૉલીડે હોમ પરત ફર્યો હતો. અગાઉ પૂર્વ ભારતીય કેપ્ટન મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા જેટી પર જોવા મળ્યો હતો. વિરાટ કોહલી સાથે તેની પત્ની અનુષ્કા શર્મા પણ સાથે હતી. બોટમાંથી દરિયાની મજા માણ્યા બાદ બંને અલીબાગ સ્થિત તેમના નવા વૈભવી હોલીડે હોમમાં પરત ફર્યા હતા.
આર્કિટેક્ચરલ ડાયજેસ્ટ અનુસાર, કોહલી અને અનુષ્કાના હોલીડે હોમની ડિઝાઈન સ્ટેફન એન્ટોની ઓલ્મેસડાહલ ટ્રુએન આર્કિટેક્ટ્સ (SAOTA) દ્વારા બનાવવામાં આવી છે, જેનું નેતૃત્વ ફિલિપ ફૌચે કરે છે. કોહલી અને અનુષ્કાનું હોલીડે હોમ 8 એકરના પ્લોટ પર બનેલું છે, જે દંપતીએ 2022માં લગભગ 19 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. 10,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા વિલામાં તાપમાન-નિયંત્રિત પૂલ, એક વિશિષ્ટ રસોડું, ચાર બાથરૂમ, એક જેકુઝી, એક વિશાળ બગીચો, કવર્ડ પાર્કિંગ, સ્ટાફ ક્વાર્ટર્સ સહિતની સુવિધાઓ છે.
આ પ્રોપર્ટીમાં ઇટાલિયન માર્બલ, એન્ટિક સ્ટોન અને ટર્કિશ લાઇમસ્ટોન પણ છે. અહેવાલો અનુસાર, કોહલીએ વિલાના નિર્માણ માટે 10.5 કરોડથી 13 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કર્યો છે. હાલમાં વિરાટ કોહલી અને તેનો પરિવાર મુંબઈમાં 7,171 ચોરસ ફૂટમાં ફેલાયેલા આલીશાન મકાનમાં રહે છે. તેની કિંમત 34 કરોડ રૂપિયા છે. આ સિવાય કોહલીનો ગુરુગ્રામમાં 80 કરોડ રૂપિયાનો બંગલો પણ છે.
વિલાની ખાસિયતમાં કોહલી અને અનુષ્કાનું હોલીડે હોમ 8 એકરના પ્લોટમાં બનેલું છે.આ વિલા 10,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે.તાપમાન નિયંત્રિત પૂલ.એક ખાસ રસોડું.ચાર બાથરૂમ.એક જેકુઝી.એક વિશાળ બગીચો. કવર્ડ પાર્કિંગ.અનેસ્ટાફ ક્વાર્ટર સહિતની સુવિધા છે
જોકે, એવા અહેવાલો છે કે કોહલી અને અનુષ્કાએ લંડન શિફ્ટ થવાના છે. કારણ કે તેમણે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. કોહલી વિશે વાત કરીએ તો સ્ટાર બેટ્સમેને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું, તેણે નવ ઇનિંગ્સમાં માત્ર 190 રન બનાવ્યા હતા. તેણે નવેમ્બરમાં પર્થ ટેસ્ટની બીજી ઇનિંગમાં પોતાની એકમાત્ર સદી ફટકારી હતી. પાંચ મેચની શ્રેણી દરમિયાન કોહલી ઓફ-સ્ટમ્પની બહારના બોલ પર આઉટ થતો જોવા મળ્યો હતો. બોલાન્ડે તેને આઠમાંથી ચાર વખત આઉટ કર્યો હતો.
આ વચ્ચે કોહલીને દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) દ્વારા રણજી ટ્રોફીની છેલ્લી બે મેચ માટે સંભવિત ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. જો કે તે બંને મેચમાં ભાગ લે તેવી શક્યતા નથી. ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે જ્યારે પણ શક્ય હોય ત્યારે સ્થાનિક ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ભાગ લેવા માટે ટેસ્ટ ખેલાડીઓના મહત્વ પર ભાર મૂક્યા પછી આ બન્યું છે.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
