<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

દિલ્હી એરપોર્ટ પર ભારે ધુમ્મસને કારણે વિમાની સેવામાં મોટો વિક્ષેપ :300 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી

છ ફ્લાઇટ્સને જયપુર ડાયવર્ટ કરવામાં આવી: વિઝિબિલીટિમાં સુધારો થયા પછી ફ્લાઇટ કામગીરી ધીમે ધીમે શરૂ

નવી દિલ્હી : દિલ્હી એરપોર્ટ પર ભારે ધુમ્મસને કારણે વિમાની સેવામાં મોટો વિક્ષેપ પડ્યો છે. છ ફ્લાઇટ્સને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી જ્યારે 300 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. વિમાનોનું પ્રસ્થાન પણ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) એ જણાવ્યું હતું કે, વિઝિબિલીટિમાં સુધારો થયા પછી ફ્લાઇટ કામગીરી ધીમે ધીમે પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે

(10:09 PM IST)