તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 16th January 2025
..તો શ્રીનગરથી કન્યાકુમારી સુધી ટ્રેન દોડાવવામાં આવશે...

નવી દિલ્હી, તા.૧૬: હવે કાશ્મીરથી કન્યાકુમારી ટ્રેન દોડાવવા અંગે રેલવે પ્રશાસનને મંજૂરી મળી છે, જે અંતર્ગત શ્રીનગરથી કન્યાકુમારી સુધી ટ્રેન દોડાવી શકાશે. ખાસ કરીને ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંક (યુએસબીઆરએલ) પ્રોજેક્ટને ચીફ કમિશનર ઓફ રેલવે સુરક્ષાની મંજૂરી મળી ગઈ છે. હાલમાં ચીફ કમિશનર ઓફ રેલવે સુરક્ષાએ કટરા-રિયાસી વિભાગનું બે દિવસનું નિરીક્ષણ કર્યા બાદ આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે.
રેલવે સુરક્ષા કમિશનર (સીઆરએસ) દિનેશ ચંદ દેશવાલે ચીફ કમિશનર ઓફ રેલવે સુરક્ષા રિપોર્ટ જાહેર કર્યો હતો, તેથી આગામી દિવસોમાં ટ્રેન કાશ્મીરથી કન્યાકુમારી સુધી (દેશના બાકીના ભાગોને જોડતી નવનિર્મિત બ્રોડગેજ રેલવે લાઈન પર) પેસેન્જર ટ્રેનો દોડાવવામાં આવશે.
રેલવે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ૨૬ જાન્યુઆરીએ વડા પ્રધાન મોદી કાશ્મીરથી કન્યાકુમારી સુધીની ટ્રેન સેવા શરૂ કરશે. વડા પ્રધાન મોદી શ્રીનગરથી કટરા સુધી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી શકે છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
