<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

    આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધીઃ - ૩૨ ‘‘ કોઇ સુંદર વ્‍યકિતને કે સામાન્‍ય વિષયને એવી રીતે જુઓ જાણે કે એને પહેલીવાર જોઇ રહ્યા છો''

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધીઃ - ૩૨ ‘‘ કોઇ સુંદર વ્યકિતને કે સામાન્ય વિષયને ઍવી રીતે જુઅો જાણે કે ઍને પહેલીવાર જાઇ રહ્ના છો’’

પહેલા કેટલી બુનિયાદી વાતો સમજી લો, ત્યારે આ વિધિનો પ્રયોગ કરી શકો છો. આપણે હંમેશા પુરાણી આંખોથી જાઇઍ છીઍ. તમે પોતાના ઘેર આવો છો તો તમે ઍને જાયા વગર જુઅો છો. તમે ઍને જાણો છો ઍને જાવાની જરૂર નથી. વર્ષોથી તમે ઍ ઘરમાં આવતા રહ્ના છો અને અંદર દાખલ થઇ જાવ છો. ઍને જાવાની જરૂર છે? આ   આખી પ્રક્રિયા યંત્ર-માનવ જેવી, રોબોટ જેવી છે. આખી પ્રક્રિયા યાંત્રિક છે, અચેતન છે. જા કોઇ ચુકી જાય, તાળામાં ચાવી ના લાગે તો તમે તાળા ઉપર નજર નાખો છો.  ચાવી લાગી જાય તો તાળાનું શું કામ જાવાનું આ વિધિના પ્રયોગથી તમે સતત વર્તમાનમાં જીવવા લાગશો. અને ધીમે ધીમે વર્તમાન સાથે તમારી ધનિષ્ઠા તો બની જશે ત્યારે દરેક વસ્તુ નવી હશે.

તમે કોઇ ગલીમાં થઇને બીજી વખત પસાર થઇ રહ્ના છો પરંતુ ઍને તાજી આંખોથી જુઅો છો તો ઍ જ ગલી નવી ગલી થઇ જશે. ત્યારે મળવાવાળો ઍક મિત્ર પણ અજાણ્યો માલુમ પડશે. ઍવી રીતે જાતા તમારી પત્ની ઍવી લાગશે જેવી પહેલા વખત મળતી વખતે લાગી હતી ઍક અજાણી તમે ઍક બીજાની બહારની આદતોને અને બહારની પ્રતિક્રિયાઅોને જાણો છો પરંતુ અસ્તિત્વનું અંતરામ હજુ પણ અપરિચિત છે, અસ્પર્શિત છે. પછી પોતાની પત્ની અથવા પતિને તાજી નજરે જુઅો-જાણો કે પહેલી વખત જાઇ રહ્ના છો. અને તે અજાણ્યો તમને ફરીથી મળી જશે. કશું પણ પુરાણું નથી બધું નવું નવું છે. આ પ્રયોગ તમારી ર્દષ્ટિઍ તાજગીથી ભરી દેશે અને તમારી આંખો નિર્દોષ થઇ જશે.

(10:38 AM IST)