તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 16th January 2025
કમુરતાં ઉતર્યા : આજથી લગ્નસરાની ઝાકમઝોળ
મંગળવારે સવારે મકર રાશિમાં પ્રવેશ સાથે દાન-સેવાકાર્ય થકી ઉજવણી ચાર મહિના લગ્નનો ધમધમાટ : જાન્યુઆરીમાં ૯, ફેબ્રુઆરીમાં ૧૫, માર્ચમાં ૨, એપ્રિલ માસમાં ૯ મુહૂર્ત

મુંબઇ, તા.૧૬: સમુદાયમાં ઉત્તરાયણ પર્વને પતંગ ઉડાડવાની મોજ સિવાય મકરસંક્રાંતિના દિવસને ધાર્મિક ઉજવણી સાથે વિશેષ જોડવામાં આવે છે. સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ સાથે જ મકરસંક્રાંતિની ઉજવણી થાય છે. સૂર્યદેવનો ધન રાશિમાં પ્રવેશ થાય ત્યારે ધનારક શરૂ થાય છે અને મકર રાશિમાં પ્રવેશ સાથે જ કમુરતાં પૂરા થાય છે. રાશિ પરિવર્તન બાદ કમુરતાં ઉતરવાની સાથે જ હવે ફરીવાર લગ્નસરાની ધૂમ જોવા મળશે. તિથિ અને નક્ષત્રના સંયોગ વચ્ચે આજે ગુરુવારે પહેલું મુહૂર્ત હોવાનો મત જ્યોતિષીઓ આપી રહ્યા છે. જાન્યુઆરીમાં ૯, ફેબ્રુઆરીમાં ૧૫, માર્ચમાં ૨ અને એપ્રિલ માસમાં ૯ મુહૂર્ત રહેશે.
જ્યોતિષશાષામાં સૂર્યદેવના ધન અને મીન રાશિમાં ભમણ વેળા કમુરતાં ગણવામાં આવે છે. આ સમયમાં શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. સામાન્ય રીતે દર વર્ષે ૧૬ ડિસેમ્બરના રોજ સૂર્યદેવ ધન રાશિમાં પ્રવેશ કરે છે અને ત્યારથી ધનારક શરૂ થાય છે. ૧૪ જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ સાથે જ કમુરતાં પૂરા થાય છે. મહારાજ કિરીટદત્ત શુકલે જણાવ્યું હતું કે, ૧૬ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધી જાન્યુઆરી સુધી કમુરતાં રહ્યા હતા. ૧૪ જાન્યુઆરીના મંગળવારે સવારે ૮.૫૯ વાગ્યે સૂર્યદેવે મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો. તેને કારણે મકરસંક્રાંતિની ઉજવણી થઈ હતી. મંગળવારે દાન અને સેવાકાર્યની ઝાકમઝોળ જોવા મળી હતી. ૧૬ જાન્યુઆરીએ લગ્નનું પહેલું મુહૂર્ત છે અને હવે જૂન મહિના સુધીની લગ્નની રોનક દેખાશે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
