<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

મુઠીભર અમીર લોકોના હાથમાં સતાનું કેન્‍દ્રીકરણ ખતરનાકઃ જો બાયડન

બાયડને ઓવલ ઓફિસથી પોતાના વિદાય ભાષણમાં ‘સુપર રિચ' પર નિશાન સાધ્‍યુ લોકશાહી, મૂળભૂત અધિકારો, સ્‍વતંત્રતા અને દરેકને પ્રગતિ કરવાની તક માટે ખતરા સમાન

વોશિંગ્‍ટનઃ અમેરિકાના પ્રેસિડેન્‍ટ તરીકે જો બાયડને છેલ્લી વખત રાષ્‍ટ્રને સંબોધન કરતાં કહ્યુ, મુઠ્ઠીભર અમીર લોકોના હાથમાં સત્તાનું કેન્‍દ્રીકરણ ખતરનાક છે અને દેશની લોકશાહી માટે ખતરો છે.

ઓવલ ઓફિસથી પોતાના વિદાય ભાષણમાં તેમણે દેશના અતિ સમળદ્ધ વર્ગ પર નિશાન સાધ્‍યું હતું. તેમણે કહ્યું કે, અમેરિકન સમાજમાં અમીરોનું  વર્ચસ્‍વ વધી રહ્યું છે, જે ખતરનાક સ્‍વરૂપ ધારણ કરી રહ્યું છે. આનાથી લોકોના મૂળભૂત અધિકારો પર પણ ખતરો છે કારણ કે, તે દરેકને આગળ વધવા માટે આપવામાં આવેલી વાજબી તકોનો નાશ કરશે.

અમેરિકા હોવાનો અર્થ એ છે કે દરેકને યોગ્‍ય તકો મળે છે. પરંતુ તમારે સખત મહેનત કરવાનું બંધ ન કરવું જોઈએ કારણ કે તમારી મહેનત અને તમારી પ્રતિભા જ તમને આગળ લઈ જઈ શકે છે. જો બાયડને તેમના ભાષણની શરૂઆત એમ કહીને કરી હતી કે, હું હંમેશા વિચારતો રહ્યો છું કે આપણે ખરેખર કોણ છીએ અને આપણે શું બનવું જોઈએ? ન્‍યુયોર્કમાં સ્‍થાપિત સ્‍ટેચ્‍યુ ઓફ લિબર્ટીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ પ્રતિમાની જેમ અમેરિકાનો વિચાર માત્ર એક વ્‍યક્‍તિની ઉપજ નથી પરંતુ સમગ્ર વિશ્વના વિવિધ પળષ્ઠભૂમિના લોકો દ્વારા બનાવવામાં આવ્‍યો છે. બાયડને કહ્યું કે, અમેરિકા હોવું એટલે લોકતાંત્રિક સંસ્‍થાઓનું સન્‍માન કરવું. લગભગ પચાસ વર્ષના રાજકીય જીવન પછી હું કહી શકું છું કે અમેરિકન હોવાનો અર્થ લોકશાહીનો આદર કરવો. ઓપન સોસાયટી અને ફ્રી પ્રેસ તેના પાયાના પથ્‍થર છે. સત્તા અને કર્તવ્‍યોનું સંતુલન જાળવવું હંમેશા સંપૂર્ણ ન હોઈ શકે પરંતુ તે લગભગ ૨૫૦ વર્ષોથી આપણી લોકશાહીને મજબૂત બનાવે છે.

પોતાની સરકારની ઉપલબ્‍ધિઓ વિશે વાત કરતા બિડેને કહ્યું કે, આટલા વર્ષોમાં અમે સાથે મળીને શું કર્યું છે. તેની શું અસર થઈ છે? આ સમજવામાં સમય લાગશે. પરંતુ આપણે જે બીજ વાવ્‍યા છે તે વિશાળ વળક્ષો બનશે અને દાયકાઓ સુધી લાભો પ્રદાન કરશે.

બાયડને કહ્યું કે, નાટોને મજબૂત બનાવવું, બંદૂક સુરક્ષા કાયદાનો અમલ કરવો અને વળદ્ધો માટે દવાઓની કિંમતોમાં ઘટાડો કરવો એ અમારા વહીવટની કેટલીક સિદ્ધિઓ છે. તમને જણાવી દઈએ કે, બાયડને રાષ્‍ટ્રપતિ તરીકે પાંચમી અને છેલ્લી વખત ઓવલ ઓફિસથી રાષ્‍ટ્રને સંબોધન કર્યું હતું. અગાઉ ૨૪ જુલાઈએ ઓવલ ઓફિસથી રાષ્‍ટ્રને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું હતું કે તે ૨૦૨૪ની રાષ્‍ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી ખસી રહ્યા છે.

(1:45 PM IST)