તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 16th January 2025
રસ્તા પર નકલી ટોલ ગેટ લગાવ્યો : લોકોને છેતરીને પૈસા પડાવતો રહ્યો: 3 વર્ષમાં છાપ્યા કરોડો રૂપિયા!
રશિયામાં પ્યાતિગોર્સ્ક નામનું એક શહેર જ્યાં મોઝૈસ્ક કેનાલ પર ઇલિન્સ્કી નામનો એક બીચ બનેલો છે. આ રસ્તા પર ટોલ હતો. આવતા-જતા લોકો ટોલ ચૂકવતા હતા. પરંતુ 3 વર્ષ પછી ખબર પડી કે આ ટોલ સરકારે નહીં પણ એક છેતરપિંડી કરનારે બનાવ્યો હતો

નવી દિલ્હી :આજના દોરમાં પૈસા કમાવવા આસાન વાત નથી, તમારે ફક્ત તેને કેવી રીતે કમાવવું જે તે આવડવું જોઈએ. ઘણા બધા લોકો તો પ્રમાણિકતાથી પૈસા કમાય છે, પરંતુ કેટલાક લોકો બીજાને છેતરીને ખોટા માધ્યમથી પૈસા પડાવી લે છે. રશિયામાં એક એવી જ વ્યક્તિ મળી આવી છે, જે 3 વર્ષ સુધી લોકોને છેતરતો રહ્યો. તેણે જે કમાણી કરવાની રીત વિચારી, તેની ભાગ્યે જ કોઈ કલ્પના કરી શકે છે
શખ્સે રોડ પર નકલી ટોલ ગેટ ઊભો કરી દીધો અને તેનાથી આવતા-જવા મુસાફરોથી પૈસા પડાવવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે તે માણસ 3 વર્ષમાં કરોડપતિ બની ગયો.! ડેઇલી સ્ટાર ન્યૂઝ વેબસાઇટ અનુસાર, રશિયામાં પ્યાતિગોર્સ્ક (રશિયા) નામનું એક શહેર છે. મોઝૈસ્ક કેનાલ પર ઇલિન્સ્કી નામનો એક બીચ બનેલો છે.
આ રસ્તા પર ટોલ હતો. આવતા-જતા લોકો ટોલ ચૂકવતા હતા. પરંતુ 3 વર્ષ પછી ખબર પડી કે આ ટોલ સરકારે નહીં પણ એક છેતરપિંડી કરનારે લાદ્યો હતો. રસ્તો જ્યાં જતો હતો તે એક હોલીડે હોટસ્પોટ હતું. ઘણા પ્રવાસીઓ ત્યાં જતા હતા. તે વ્યક્તિએ સ્થાનિક વહીવટીતંત્ર સાથે બીચ સાફ કરવા અને પાણીની ગુણવત્તા તપાસવા માટે કરાર કર્યો હતો.
શખ્સે દરિયા પાસે એક વાડ લગાવી અને તેમાં એક બૂથ બનાવ્યો. આ પછી તેણે સુરક્ષા ગાર્ડ રાખ્યા જે લોકો પાસેથી ટોલ વસૂલતા હતા. 2021માં પ્રવેશ ખર્ચ 100 રુબેલ્સ (84 રૂપિયા) હતા. તે 2022માં 126 રૂપિયા અને 2023 માં 168 રૂપિયા થઈ ગયું. ઉલ્લેખનીય છે કે, આ વ્યક્તિની અગાઉ ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે ટોલ સક્રિય હતો, ત્યારે તે શખ્સે 1.5 મિલિયન રુબેલ્સ (રૂ. 12 લાખથી વધુ) કમાયા. શરૂઆતમાં ટોલ બૂથ બનાવવામાં આવ્યો હતો, ત્યારે પ્રવાસીઓએ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ આશ્ચર્યજનક રીતે, વહીવટીતંત્રને ગયા વર્ષે જ ખ્યાલ આવ્યો કે રસ્તો તેમના નિયંત્રણ હેઠળ છે.
તે વ્યક્તિની દલીલ એવી હતી કે રસ્તો તેની જમીનની નજીકથી પસાર થઈ રહ્યો હતો. જ્યારે તેની ચોરી પકડાઈ ગઈ, ત્યારે તેને 8 મહિનાની સખત મજૂરીની સજા ફટકારવામાં આવી અને તેને તેની ભવિષ્યની કમાણીનો 10 ટકા ભાગ સરકારને આપવાનો આદેશ આપવામાં આવ્યો
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
