<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

ક્રેડિટ નોટ રિજેક્‍ટ કરી તો તમામ રકમ પર જીએસટી વસુલાશે

આઇએમએસમાં કરેલા ગૂંચવાડાને લીધે અમલ બાદ વેપારીઓની તકલીફ વધશે

મુંબઇ, તા.૧૬: જીએસટીમાં બોગસ બિલિંગ અટકાવવાના આશયથી લાગુ કરવામાં આવનાર ઈનવોઈસ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ (આઇએમએસ)માં વેપારીની નાની સરખી ભૂલને કારણે જેની પાસેથી માલની ખરીદી કરી હશે તે વેપારીએ વધારાનો ટેક્‍સ જીએસટીમાં જમા કરાવવાની સ્‍થિતિ ઊભી થઇ શકે તેમ છે. કારણ કે વેપારીએ ઇનવોઇસ અપલોડ કર્યા બાદ વેપારીને આપવામાં આવેલા ડિસ્‍કાઉન્‍ટની રકમની ક્રેડિટ નોટ પણ અપલોડ કરી હોય તેવા કિસ્‍સામાં સામેવાળા વેપારીએ ક્રેડિટ નોટ રિજેક્‍ટ કરી તો તમામ રકમ પર વેપારીએ જીએસટી ભરવાની સ્‍થિતિ ઊભી થવાની છે.

ઈનવોઈસ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ આગામી એપ્રિલ માસથી ફરજિયાત લાગુ થવાની શકયતા રહેલી છે. જોકે વેપારીઓને તેને પૂરતી જાણકારી મળે તેમજ તેનો અમલ થાય ત્‍યારે તેનો વપરાશ કરવામાં સરળતા રહે તે માટે અત્‍યારથી જ પોર્ટલ પર મૂકી દેવામાં આવી છે. જોકે તેમાં રહેલી ખામીઓ પીમે ધીમે વેપારીઓને ખબર પડી રહી છે. જોકે એક વાત તો ચોક્કસ જ છે કે સિસ્‍ટમ લાગુ થયા બાદ વેપારીઓની તકલીફમાં વધારો થવાનો જ છે. વેપારીએ માલની ખરીદી કર્યા બાદ જેની પાસેથી માલની ખરીદી કરી હશે તે વેપારી ઈનવોઈ સ બનાવશે ત્‍યારપછી તેમાં આપેલા ડિસ્‍કાઉન્‍ટની રકમની કેડિટ નોટ બનાવશે. વેપારી ઈનવોઈસની સાથે આપવામાં આવેલા ડિસ્‍કાઉન્‍ટની ક્રેડિટ નોટ પણ સિસ્‍ટમ પર અપલોડ કરશે. ત્‍યારપછી ડિસ્‍કાઉન્‍ટની રકમ બિલમાંથી બાદ કરીને તે પેટે ભરપાઈ કરવાનો થતો જીએસટીની રકમ પણ ભરપાઈ કરી દેશે, પરંતુ ઈનવોઈ સ પોર્ટલ પર અપલોડ કર્યા બાદ જે વેપારીએ માલ ખરીદી કરી હોય તે વેપારી ઈનવોઈસ મેનેજમેન્‍ટ સિસ્‍ટમમાં ક્રેડિટ નોટ એકસેપ્‍ટ કરવાના બદલે રિજેક્‍ટ કરી હશે તો માલ વેચનાર વેપારીએ ડિસ્‍કાઉન્‍ટ બાદ કરીને જે જીએસટી ભરપાઈ કર્યો છે તેના બદલે તમામ રકમનો જીએસટી ભરવાની સ્‍થિતિ ઊભી થવાની છે. જેથી વેપારીએ નાની સરખી ભૂલ કરી તો પણ વધારાની રકમ જીએસટી પેટે ભરવી પડશે. આવા નિયમોના આટાપાટાને કારણે વેપારીઓની પરેશાની ઈનવોઈસ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ લાગુ થયા બાદ વધવાની છે

(2:36 PM IST)