News of Thursday, 16th January 2025
સ્ટીવ જોબ્સ કુંભના મેળામાં જવા માગતા હતાઃ પ દાયકા જૂના લેટરમાં થયો ખુલાસો
આ પત્ર ૧૯૭૪માં પોતાના મિત્ર ટીમ બ્રાઉનને લખેલઃ હાલ તે ૪.૩ કરોડમાં વેચાયેલ

પ્રયાગરાજ તા. ૧૬: એપલની શરુઆત કરતા પહેલા સ્ટીવ જોબ્સે ભારતની યાત્રા કરી હતી. અહીં આવતા પહેલા તેમણે પોતાના મિત્ર ટિમ બ્રાઉનને લખેલો એક લેટરમાં ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ૧૯૭૪માં લખેલા આ લેટરમાં જોબ્સે ટિમને કહ્યું હતું કે તે કુંભ મેળામાં જવા માગે છે. હાલમાં જ આ લેટર લગભગ ૪.૩૨ કરોડ રુપિયામાં હરાજી થયો છે. આ લેટરથી જાણવા મળે છે કે એપલની સફર શરુ થતાં પહેલા તેમની લાઈફમાં શું ચાલી રહ્યું હતું અને તે શું કરવા માગે છે. સ્ટીવ જોબ્સે ૧૯માં જન્મદિવસથી થોડા દિવસ પહેલા બાળપણના દોસ્ત ટિમ બ્રાઉનને લઈને આ લેટર લખ્યો હતો. તેમણે ટિમને ભારત જવાનો આખો પ્લાન બતાવ્યો અને કહ્યું કે, તેઓ કુંભ મેળામાં જવા માગે છે. સ્ટીવ જોબ્સે આ પત્રનો અંત શાંતિ લખીને કર્યો, જે હિન્દુ માન્યતામાં શાંતિ અને અમન માટે ઉપયોગ થાય છે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
