તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 16th January 2025
મતદારયાદીમાં ડુપ્લીકેટ નામ કાઢવા ટેકનીકલ ડીવાઇસ અપનાવોઃ ચુંટણી પંચને દિલ્હી હાઇકોર્ટનું સુચન
મતદારયાદીમાં એક થી વધુ એન્ટ્રી ધરાવતા મતદારો સામે કાર્યવાહી કરવા જાહેરહીતની અરજી

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટ ભારતીય ચુંટણી પંચને કહયું કે તે એવી ટેકનીકલ ડીવાઇસ અપનાવવા વિચાર કરે જે મતદારયાદીમાં વ્યકિતઓના ડુપ્લીકેટ નામો કાઢવામાં તેને મદદ કરે.
કાર્યકારી ચીફ જસ્ટીસ વિભુ બાખરૂ અને જસ્ટીસ તુષારરાવ ગેડેલાની ખંડપીઠે રાષ્ટ્રીય રાજધાનીમાં મતદારયાદીમાં એકથી વધારે એન્ટ્રી ધરાવતા વ્યકિતગત મતદારો વિરૂધ્ધ કાર્યવાહીની માંગણી કરતી જાહેર હિતની અરજીનો ફેંસલો કર્યો હતો. આ જાહેર હિતની અરજી રાષ્ટ્રવાદી આદર્શ મહાસંઘ દ્વારા કરવામાં આવી હતી. જેમાં આક્ષેપ કરાયો હતો કે દિલ્હીનું ચુંટણીપંચ ઇસીઆઇ દ્વારા આપવામાં આવેલ એસઓથી હોવા છતાં મતદારયાદીને અપડેટ કરવામાં નિષ્ફળ રહયું, જેમાં મોટી સંખ્યામાં ડુપ્લીકેટ નામો છે.
અરજીમાં આક્ષેપ કરાયો છે કે દિલ્હીની મતદારયાદીમાં લાખો ડુપ્લીકેટ મતદારો નોંધાયેલા છે જેને પીએસઇ અને ડીએસઇને અપનાવીને ટ્રેક કરીને સુધારી શકાય છે. ઇસીઆઇએ ૧૧ ઓગષ્ટ ર૦ર૩ના પોતાના પત્ર દ્વારા બધા રાજયો માટે આ પ્રક્રિયા ફરજીયાત કરી હતી. અરજીમાં ઉપરોકત પત્રનું અનુપાલન કરવાની માંગણી કરાઇ હતી અને વિનંતી કરાઇ હતી કે ડુપ્લીકેટ નામોને ખતમ કરવા માટે મતદારયાદીમાં સુધારો કરવામાં આવે.
દિલ્હી હાઇકોર્ટે કહયું એ કહેવાની જરૂરીયાત નથી કે જો ચુંટણીપંચને એવું લાગે કે એવા ટેકનીકલ ઉપકરણો છે, જે ડુપ્લીકેટ નામોને ખતમ કરવામાં પંચને મદદરૂપ છે, તો તેનો ઉપયોગ કરવામાં આવશે. અરજીનો નિકાલ આ ટીપ્પણીઓ સાથે કરવામાં આવે છે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
