News of Thursday, 16th January 2025
કેન્દ્રીય કર્મચારીઓ આનંદો... આઠમાં વેતન પંચની રચનાને મંજૂરી
બજેટ પહેલા કેન્દ્રીય કર્મચારીઓ ને મોદી સરકારની મોટી ભેટ

નવી દિલ્હી તા. ૧૬ :બજેટ પહેલા કેન્દ્રની મોદી સરકારે પોતાના કર્મચારીઓ ને મોટી ભેટ આપી રાજી કરવા પ્રયાસ કર્યો છે. કેન્દ્ર સરકારે આજે આઠમાં વેતન પંચની રચનાને મંજૂરી આપવાનું ઍલાન કરતા ૫૩ લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ માં ખુશાલીનું મોજુ ફરી વળ્યું છે. અત્રે ઍ નોîધનીય છે કે તાજેતરમાં સંસદના સત્ર દરમિયાન સરકારે ૮માં વેતન પંચની રચના અંગે ઇન્કાર કર્યો હતો. અત્રે ઍ પણ નોîધનીય છે કે ૭મું વેતનપંચ ૨૦૧૬માં લાગુ થયું હતું.
કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સને મળતું મોîઘવારી ભથ્થુ હાલ ૫૩ ટકા થયું છે. તેવે વખતે ૮માં વેતનપંચની રચનાને મંજૂરી મળતા કેન્દ્રીય કર્મચારીઓ ને હવે તગડુ વેતન મળવાની આશા જાગી છે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
