<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

બેથી વધારે બાળકો હશે તો જ ચૂંટણી લડી શકાશે

આંધ્ર સરકાર ૩ દાયકા જુનો કાયદો બદલવાની તૈયારીમાં મુખ્‍યમંત્રી ચંદ્રાબાબુ વધારે બાળકોની તરફેણ કરતા આવ્‍યા છે

અમરાવતી તા. ૧૬: આંધ્ર પ્રદેશની સરકાર અને ત્‍યાંના મુખ્‍યમંત્રી હાલમાં એક નવો પ્રસ્‍તાવ લાવવા પર વિચાર કરી રહ્યા છે. એવું માનવામાંઆવે છે મુખ્‍યમંત્રી એન. ચંદ્રબાબૂ નાયડૂ તેને ટૂંક સમયમાં લાવી શકે છે. જે અનુસાર બેથી વધારે બાળકોવાળા લોકો જ નગરપાલિકા અને પંચાયત ચૂંટણી લડવાની પરવાનગી મળશે. નાયડૂનું આ નિવેદન ત્રણ દાયકા જૂના કાયદાને હટાવવાના થોડા જ મહિના બાદ સામે આવ્‍યું છે. જેમાં બેથી વધારે બાળકોવાળા વ્‍યક્‍તિઓને સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી લડતા રોકતા હતા.

નાયડૂએ છેલ્લા એક દાયકાથી આ વાતની વકાલત કરતા આવ્‍યા છે કે વસ્‍તીની સમસ્‍યાના નિવારણ માટે તેલુગુ લોકોએ વધારે બાળકો પેદા કરવા જોઈએ. ગત વર્ષે તેમણે વધારે બાળકોવાળા પરિવારોને પ્રોત્‍સાહન આપવાની જરુરિયાત વિશએ વાત કરી હતી.

(4:24 PM IST)