News of Thursday, 16th January 2025
ગ્રામીણ આર્થિક વળદ્ધિ કૃષિ આધારિત અર્થવ્યવસ્થામાંથી ઉત્પાદન- સેવાઓ દ્વારા વર્ચસ્વ જમાવનારી અર્થવ્યવસ્થામાં પરિવર્તનનું પરિણામ
ગ્રામિણ જીવન ધોરણ બહેતર બનાવવાનું છે

મુંબઇ, તા.૧૬: જો કોઈ ભારતની વળદ્ધિની ગાથા પર ભાર મૂકતો હોય અને રાષ્ટ્ર આગામી બે દાયકામાં વિકસિત અર્થવ્યવસ્થામાં રૂપાંતર થવાની આશા રાખતો હોય તો આ પ્રવાસનો માર્ગ નિઃશંક રીતે ગ્રામીણ ભારત થકી પસાર થાય છે. આ વ્યાપક વિસતાર દેશની વસતિની લગભગ બેતળતીયાંશ લોકોનું ઘર છે, જેઓ રાષ્ટ્રની જીડીપીમાં આશરે ૪૬ ટકા યોગદાન આપે છે. આ આંકડા જીવનની ગુણવત્તામાં વધારો અને ખર્ચક્ષમ આવકમાં વધારા સાથે માથાદીઠ આવક વધવાની ભરપૂર સંભાવના ઉજાગર કરે છે. આ સામે તે વિવેકાધીન -ોડક્ટો માટે માગણી વધારશે, જે બજારની પહોંચ વધુ વધારશે અને આખરે કોર્પોરેટ કમાણીની નોંધપાત્ર વળદ્ધિ થશે.
સરકારે પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના અને જલ જીવન મિશન જેવી યોજનાઓ રજૂ કરીને આ પરિવર્તન માટે પોતાને સૂત્રધાર તરીકે ઉત્તમ સ્થિતિમાં મૂકી દીધી છે. આ પહેલોનું લક્ષ્ય કળષિ પર આધાર રાખનારા માટે ગ્રામીણ જીવન ધોરણ બહેતર બનાવવાનું છે.
ઈતિહાસ અને આંતરરાષ્ટ્રીય અનુભવો સમાન વાર્તા કહે છે. ગ્રામીણ આર્થિક વળદ્ધિ મોટે ભાગે કળષિ આધારિત અર્થવ્યવસ્થામાંથી ઉત્પાદન અને સેવાઓ દ્વારા એક વર્ચસ જમાવનારી અર્થવ્યવસ્થામાં પરિવર્તનનું પરિણામ છે. ભારત પણ આ માર્ગે આગળ વધવાની આકાંક્ષા ધરાવે છે. તે જીડીપીમાં ઉત્પાદન ક્ષેત્રનું યોગાન હાલના ૧૭ ટકા પરથી ૩૦-૩૨ ટકા સુધી લઈ જવા માગે છે, જે હાલમાં ચીનની સપાટી છે.તેમ સુનિલ મનસુખલાલ રાઠોડ, મ્યુચ્યુઅલ ફંડ વિતરક જણાવે છે
આજે ભારતમાં ૪૧.૫ ટકા કાર્યબળ હજુ પણ કળષિમાં સંકળાયેલું છે છતાં આ ક્ષેકત્ર જીડીપીમાં ફક્ત ૧૬ ટકા યોગદાન આપે છે. સરકાર દ્વારા ઉત્પાદન પર ભાર સાથે મેક ઈન ઈન્ડિયા, ઉત્પાદન સાથે કડી ધરાવતી ઈન્સેન્ટિવ યોજનાઓ અને રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિઓ જેવા કાર્યક્રમોથી પ્રભાવિત ગ્રામીણ જીડીપી માટે ઉત્તમ છે. આ પ્રયાસોએ ફળ આપવાનું શરૂ કરી દીધું છે, જેમાં નવા ઉત્પાદન પ્રોજેક્ટો નાણાકીય વર્ષ ૨૦૨૦માં ૩.૮ ટ્રિલિયન ડોલર પરથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૩માં ૧૩.૨ ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યા છે.
ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થા પરિવર્તનકારી યુગની ટોચ પર છે. ગ્રામીણ માથાદીઠ આવક ૨૦૦૦ ડોલરનો આંક પાર કરી ચૂકી છે, જે ઉપભોગ વધારવા માટે મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન છે. ગ્રામીણ વળદ્ધિની થીમનો લાભ લેવા ચાહતા રોકાણકારો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ રુરલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડનો વિચાર કરી શકે છે. આ ઓપન- એન્ડેડ ઈક્વિટી યોજના ગ્રામીણ ભારતના વિકાસથી પ્રેરિત અને લાભ લેતાં ક્ષેત્રો / કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) ૯ જાન્યુઆરીથી ૨૩ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી ખુલ્લી રહેશે
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
