<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

મહાકુંભમાં જોવા મળ્‍યા ૭ ફુટના ખડતલ બાબા

ફોલાદી શરીર-ચહેરા પર પરશુરામ જેવું તેજ

પ્રયાગરાજ, તા.૧૬: મહાકુંભમાં આખા દેશમાંથી અલગ અલગ ભાગમાંથી ભક્‍તો આવી રહ્યા છે. લોકો અહીં આવી પોતાના પાપ અને કષ્ટને સંગમમાં ધોઈને મુક્‍ત થવા માગે છે, તેથી લોકો આપોઆપ અહીં ખેંચાઈ આવે છે. અહીં ન ફક્‍ત શ્રદ્ધાળુઓ પણ કેટલાય બાબા પણ આ મહાકુંભમાં ડેરા જમાવેલા છે. કોઈએ વર્ષોથી તાાન નથી કર્યું તો કોઈ વર્ષોથી પોતાના હાથ ઉપર રાખી તપસ્‍યા કરી રહ્યા છે, આ દરમિયાન બાબાનું તેજ તેમને ભીડથી અલગ કરે છે.

અમે વાત કરી રહ્યા છીએ મહાકુંભમાં ફરી રહેલા સાત ફૂટના ચહેરા પર હાસ્‍યને લઈને ફરતા બાબાની. જી હાં, આ બાબાને જોતા ફરીથી જોવા માટે ખુદને રોકી શકતા નથી. આ બાબાએ પોતાના ચહેરાના તેજના કારણે, પોતાની ફિટ બોડીના કારણે ચર્ચામાં છે. અમે વાત કરી રહ્યા છીએ, જૂના અખાડાના સભ્‍ય આત્‍મા પ્રેમ ગિરીની. આ પાયલોટ બાબાના અનુયાયી રહી ચૂકયા છે અને હાલમાં મહાકુંભમાં ફરતા દેખાઈ રહ્યા છે.

આત્‍મા પ્રેમ ગિરી હકીકતમાં રશિયાના રહેવાસી છે. વ્‍યવસાયે તેઓ ટીચર છે, પણ સનાતન ધર્મમાં તેઓ એવા ખોવાઈ ગયા કે ત્રણ વર્ષથી તેઓ નેપાળમાં રહીને હિંદુ ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ વર્ષે મહાકુંભ પર તેઓ પ્રયાગરાજ આવ્‍યા છે, જ્‍યાં લોકો તેમના ચહેરાનું તેજ જોઈ આકર્ષિત થઈ રહ્યા છે. કેટલાય લોકો તેમને પરશુરામનો અવતાર માની રહ્યા છે. પોતાના ચહેરાના તેજ ઉપરાંત ફૌલાદી શરીરના કારણે પણ તેમની ખૂબ ચર્ચા થઈ રહી છે.

આત્‍મા પ્રેમ ગિરી ન ફક્‍ત પૂજા પાઠમાં લીન રહે છે, પણ તેમને જિમનો પણ શોખ છે. દરરોજ તેઓ કલાકો સુધી એક્‍સરસાઇઝ પણ કરે છે. તેમના ફિઝિકનું આ પણ એક મોટું રહસ્‍ય છે. મહાકુંભમાં ફરતા જ્‍યારે લોકોની નજર તેમના પર ગઈ તો તેમના તેજથી આકર્ષિત થયા વિના રહી શકયા નહીં. સોશિયલ મીડિયા પર આ ફૌલાદી બાબાની ખૂબ જ ચર્ચા થઈ રહી છે

(4:41 PM IST)