<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

રાજકોટના સિદ્ધાંશુ કોટક ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે પસંદગી

ઇંગ્લેન્ડ સામેની લિમિટેડ ઓવરની મેચો પૂર્વે સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી અને  રાજકોટના સિદ્ધાંશુ કોટક ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે પસંદગી થયાનું જાણવા મળે છે. બીસીસીઆઇ આ અંગેની જાહેરાત કરે તેની રાહ જોવાઇ રહી છે. થયાનું જાણવા મળે છે.

ટીમ ઈન્ડીયા ભારતમાં જ ઈંગ્લેન્ડ સામે બે સીરિઝ રમી રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ 22 જાન્યુઆરીથી પાંચ ટી20 અને ત્યાર બાદ 3 વનડેની સીરિઝ રમવાના છે. આ માટે શુક્રવારે ઈંગ્લેન્ડની ટીમ ભારત પહોંચશે. આ સીરિઝ પૂરી થયા બાદ ચેમ્પિયન્સ ટ્રોફી શરુ થવાની છે. હવે બીસીસીઆઈએ એક મોટો નિર્ણય લીધો છે. 

 બીસીસીઆઈએ સૌરાષ્ટ્રના ખેલાડી સિતાશું કોટકની બેટિંગ કોચ તરીકે નિયુક્તી કરી છે. કોટક હવે ટીમ ઈન્ડીયાના બેટર્સને તાલીમ આપશે. સિતાશું કોટક મૂળ રાજકોટના છે. તેઓ હવે ટીમ ઈન્ડીયના બેટર્સને પાઠ ભણાવશે.

સિતાંશુએ 2023માં ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. રાહુલ દ્રવિડ મુખ્ય કોચ હતા ત્યારે તેમણે આ જવાબદારી લીધી હતી.

સિતાંશુએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 130 મેચ રમી છે. જેમાં તેણે 41.76ની એવરેજથી 8061 રન બનાવ્યા છે. સિતાંશુની આ 130 મેચોની 211 ઈનિંગ્સમાં 15 સદી અને 55 અડધી સદી સામેલ છે. તેણે 89 મેચમાં 54 વિકેટ પણ લીધી છે.

(7:07 PM IST)