News of Friday, 17th January 2025
સૈફ અલી ખાનની નોકરાણીએ સૌ પ્રથમ હુમલાખોરને જોયો :એલિયામા ફિલિપે હુમલા અંગે સંપૂર્ણ માહિતી
મને કંઈક અજુગતું લાગ્યું તેથી હું બાથરૂમ તરફ ગઈ. પછી તે વ્યક્તિ દેખાયો. તે જેહ બાબાના પલંગ તરફ ગયો. આ જોઈને હું પણ તરત જ જેહ બાબાને લેવા આગળ વધી

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાની કહાની પ્રકાશમાં આવી છે. તેની એક નોકરાણીએ આ હુમલા અંગે પોલીસને વિગતવાર માહિતી આપી છે. નોકરાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ઘુસણખોર સૈફ અલી ખાનના પુત્ર જહાંગીરના રૂમમાં ઘૂસ્યો હતો અને ત્યાં તેની સૈફ સાથે ઝપાઝપી થઈ હતી.
મોડી રાત્રે થયેલા આ હુમલામાં સૈફ અલી ખાન ખરાબ રીતે ઘાયલ થયો હતો. આ હુમલામાં અભિનેતાને હાથ, ગરદન, માથા અને પીઠ સહિત છ જગ્યાએ છરા મારવામાં આવ્યા હતા. સૈફની કરોડરજ્જુમાં છરીનો ટુકડો પણ ફસાઈ ગયો હતો. ઈજાગ્રસ્ત સૈફને રાત્રે જ લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
સૈફની નોકરાણીનું નિવેદન: આ હુમલાની તપાસ કરતી વખતે મુંબઈ પોલીસે સૌથી પહેલા સૈફના ઘરના સ્ટાફના નિવેદન લીધા હતા. દરમિયાન, તેની એક નોકરાણી એલિયામા ફિલિપે આ હુમલાનો ક્રમ વિગતવાર વર્ણવ્યો છે.: 15 જાન્યુઆરીએ રાત્રે લગભગ 11 વાગે મેં સૈફ અલી ખાનના સૌથી નાના પુત્ર જહાંગીરને ખવડાવ્યું અને પછી તે સૂઈ ગયો. આ પછી હું અને ઘરનો બાકીનો સ્ટાફ પણ સૂઈ ગયા હતા.:હું રાત્રે 2 વાગ્યે અચાનક જાગી ગઇ અને જોયું કે બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો. મને લાગ્યું કે કરીના મેડમ તેના પુત્રને મળવા આવી હશે, પરંતુ મને કંઈક અજુગતું લાગ્યું તેથી હું બાથરૂમ તરફ ગઈ. પછી તે વ્યક્તિ દેખાયો. તે જેહ બાબાના પલંગ તરફ ગયો. આ જોઈને હું પણ તરત જ જેહ બાબાને લેવા આગળ વધી, પછી હુમલાખોરે મારી તરફ ઈશારો કરીને કહ્યું કે 'કોઇ અવાજ નહીં':આ સમયે જેહ બાબાની આયા જુનુ પણ જાગી ગઈ હતી. તે હુમલાખોરે તેને અવાજ ન કરવાની ધમકી પણ આપી હતી. તેના ડાબા હાથમાં લાકડી અને જમણા હાથમાં છરી જેવું કંઈક હતું.:મેં જેહ બાબાને બચાવવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન તે વ્યક્તિએ મારા પર હુમલો કર્યો. મારા બંને હાથ પર ઘા થયા છે. મેં તેને પૂછ્યું, 'તારે શું જોઈએ છે?', 'તને કેટલા પૈસા જોઈએ છે?' તેણે કહ્યું, 'એક કરોડ.':
આ દરમિયાન સૈફ સર રૂમમાં પહોંચ્યા. તેને હુમલાખોરને પૂછ્યું, 'તું કોણ છે, તારે શું જોઈએ છે?' આ દરમિયાન તે વ્યક્તિ અને સૈફ સર વચ્ચે ઝપાઝપી થઈ અને તેણે તેના પર છરી વડે હુમલો કર્યો. ત્યાં સુધીમાં કરીના મેડમ પણ આવી પહોંચી હતી.આ પછી અમે કોઈક રીતે રૂમની બહાર ભાગવામાં સફળ થયા અને દરવાજો બંધ કરી દીધો. આ દરમિયાન ઘરના બાકીના કર્મચારીઓ પણ જાગી ગયા હતા. બાદમાં અમે તે રૂમમાં ગયા અને જોયું કે હુમલાખોર ત્યાં નહોતો.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
