<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

ડિવોર્સ તરફ આગળ વધી રહ્યાં છે બરાક અને મિશેલ ઓબામા?

વોશીંગ્‍ટન, તા.૧૭: અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્‍ટ બરાક ઓબામા અને તેમનાં પત્‍ની મિશેલ ઓબામા ડિવૉર્સ લઈ રહ્યાં છે એ અટકળો દિવસે-દિવસે જોર પકડતી જાય છે. મિશેલ તાજેતરમાં બરાબ ઓબામા સાથે જાહેર કાર્યક્રમોમાં જોવા નથી મળી રહ્યાં એને પગલે આ અફવા ઊડી છે. ભૂતપૂર્વ પ્રેસિડન્‍ટ જિમી કાર્ટરની અંતિમવિધિમાં મિશેલ નહોતાં ગયાં અને હવે અમેરિકાના ૪૭મા પ્રેસિડન્‍ટ તરીકે શપથ લેનારા ડોનાલ્‍ડ ટ્રમ્‍પના સમારોહમાં પણ તેઓ નથી જવાનાં.

(2:27 PM IST)