News of Friday, 17th January 2025
મહાકુંભમાં વાયરલ થઈ માળા વેચતી સુંદરી : જાણે કે બીજી મોનાલિસા
કાળી પણ કામણગારી : સોશિયલ મીડિયા યુઝર્સ મહિલાની સુંદરતાના વખાણ કરી રહયા છે : જોકે, તે કોઈ સાધ્વી નથી પરંતુ ફૂલ વેચનાર છે જે મહાકુંભમાં પહોંચી છે

પ્રયાગરાજ, તા.૧૭: આજની આ સોશિયલ મીડિયાની દૂનિયામાં કોઇ પણ વ્યક્તિ વાયરલ થઇ જતા હોય છે. તો હાલમાં મહાકુંભ મેળા દરમિયાન એક ઈન્સ્ટાગ્રામ યુઝરે ફૂલ વેચતી મહિલાને વાયરલ કરી દીધી છે. મહિલા સાથે વાત કરતા તે જણાવે છે કે તે સોશિયલ મીડિયા પર પણ છે અને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. આ વિશે વાત કરતા લોકો કહે છે કે, ‘હવે તમે ફેમસ થઈ જશો.'
યુવતીના જાણાવ્યા અનુસાર તે મધ્યપ્રદેશના ઈન્દોરની રહેવાસી છે, તે આ મેળામાં માળા વેચે છે. જો કે તેણે આ સમય દરમિયાન પોતાનું નામ જાહેર કર્યું ન હતું
ફૂલ વેચતી આ છોકરી પહેલા હર્ષ રિછારિયાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેને ‘સુંદર' સાધ્વી કહેવામાં આવી રહી હતી. જો કે, પછીના એક ઇન્ટરવ્યુમાં તેણે પોતે સ્પષ્ટતા કરી હતી કે તે સાધ્વી નથી કે તેણે સન્યાસ લીધો નથી. તે ઉત્તરાખંડની છે અને લગભગ ૨ વર્ષથી આધ્યાત્મિકતા સાથે જોડાયેલી છે.
ફૂલોના માળા વેચતી છોકરીની સરખામણી મોનાલિસા સાથે પણ કરવામાં આવી રહી છે. મહાકુંભમાં પહોંચેલા લોકો તેમની સાથે સેલ્ફી લેવા માટે ચિંતિત જોવા મળે છે. લોકો સોશિયલ મીડિયા પર એમ પણ કહી રહયા છે કે તે ‘ખૂબ જ સુંદર દેખાઈ રહી છે'.
હર્ષા રિછરિયાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહયું હતું કે, આ નવી ઓળખ મેળવવા માટે મેં બધું જ છોડી દીધું હતું.ઁ તે પોતાને આચાર્ય મહામંડલેશ્વરની શિષ્યા કહે છે. જોકે, તે સોશિયલ મીડિયા અને અન્ય સોશિયલ ઈવેન્ટ્સ પર પણ ખૂબ એક્ટિવ રહે છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
