News of Friday, 17th January 2025
દુશ્મનીથી શરૂઆત કેમ કરવી ? ઓમરઅબ્દુલ્લાહે સુર બદલ્યા
પીએમ-ગૃહમંત્રી સાથેની મુલાકાત અંગે જમ્મુ-કાશ્મીર સીએમનું નિવેદન

જમ્મુ તા.૧૭: મુખ્યમંત્રી તરીકેના તેમના બીજા કાર્યકાળ વિશે ઓમર અબ્દુલ્લાએ કહ્યું, આ શીખવાનો અનુભવ છે. હું જાણતો હતો કે કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી બનવું સરળ નહીં હોય. કેટલીક વસ્તુઓ સારી રહી છે, કેટલીક વસ્તુઓ મુશ્કેલ છે પરંતુ જીવનમાં આ બધું ચાલ્યા રાખે છે.
એક ઈન્ટરવ્યૂમાં જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહએ કેન્દ્ર સરકાર માટેના તેમના વિઝન વિશે વાત કરી હતી. તેમજ આ અંગે રચનાત્મક સંબંધો જાળવવાના મહત્ત્વ પર ભાર મૂકયો હતો. જ્યારે ઓમર અબ્દુલ્લાહને પૂછવામાં આવ્યું કે શું તેઓ પીએમ મોદીની આગેવાનીવાળી સરકાર તેમના પર નારાજ ન થાય એ માટે તેઓ સતર્ક રહે છે? આ અંગે અબ્દુલ્લાહએ જવાબ આપ્યો, ‘દુશ્મનીથી શરૂઆત કેમ કરવી...?'
ઓમર અબ્દુલ્લાહએ કેન્દ્રીય નેતળત્વ સાથેની તેમની સકારાત્મક વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘સત્ય એ છે કે જ્યારે હું વડાપ્રધાન અને ગળહમંત્રીને મળ્યો ત્યારે તેઓએ સ્પષ્ટ કહ્યું કે લોકોએ આપણને તેમના નેતા ચૂંટીને તેમની વાત સ્પષ્ટ કરી દીધી છે. આથી લોકોના આદેશોનું સન્માન કરવું જોઈએ અને હું સરકારને સંપૂર્ણ સમર્થન અને મદદ કરશે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
