News of Friday, 17th January 2025
પૂણે-નાસિક હાઈ વે પર ભયાનક અકસ્માત : રસ્તામાં ઊભેલી કારને ટેમ્પોએ ટક્કર મારતાં ૯ મોત
મૃતકોમાં ચાર મહિલાઓ, ચાર પુરુષ અને એક બાળક સામેલ : મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાયની જાહેરાત

મુંબઈ તા.૧૭ : મહારાષ્ટ્રના પૂણેના નારાયણગાંવ વિસ્તારમાં લગભગ સવારે 10 વાગ્યે પુણે-નાસિક હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 9 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. એક ટ્રકે કારને ટક્કર મારી હતી. ટક્કર બાદ કાર એક બસ સાથે અથડાઈ હતી.
દુર્ઘટના ત્યારે બની જ્યારે આ લોકો નાસિકથી પુણે જઈ રહ્યા હતા. મૃતકોમાં ચાર મહિલાઓ, ચાર પુરુષ અને એક બાળક સામેલ છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલાયા છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે દરેક મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ફડણવીસે 'X' પર પોસ્ટમાં કહ્યું કે, 'પુણે-નાસિક હાઈવે પર નારાયણગાંવ નજીક એક દુર્ઘટનામાં 9 લોકોના મોતની ઘટના ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે. હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું. અમે તેમના પરિવારોના દુઃખમાં સામેલ છીએ.'
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
