<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

સતત ત્રણ દિવસની તેજી પર બ્રેક : કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું :સેન્સેક્સ 423 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23203 પર બંધ

આજના ટ્રેડિંગ દરમિયાન, BPCL, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, કોલ ઈન્ડિયા અને હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝના શેર નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ

નવી દિલ્હી તા.૧૭ : BSE પર સેન્સેક્સ 423 પોઈન્ટના ઘટાડા સાથે 76,619.33 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.47 ટકાના ઘટાડા સાથે 23,203.20 પર બંધ થયો.

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 423 પોઈન્ટના ઘટાડા સાથે 76,619.33 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.47 ટકાના ઘટાડા સાથે 23,203.20 પર બંધ થયો.

ઓપનિંગ માર્કેટઃ

ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 400 પોઈન્ટના ઘટાડા સાથે 76,663.40 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.51 ટકાના ઘટાડા સાથે 23,191.75 પર ખુલ્યો હતો.

આજના ટ્રેડિંગ દરમિયાન, BPCL, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, કોલ ઈન્ડિયા અને હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝના શેર નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ઇન્ફોસિસ, એક્સિસ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, M&Mના શેર ટોપ લૂઝરની યાદીમાં સામેલ હતા.

BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો સપાટ ટ્રેડ થયા હતા.

• ક્ષેત્રોમાં, IT અને બેંક સૂચકાંકો 2-2 ટકા ઘટ્યા હતા, જ્યારે તેલ અને ગેસ, પાવર, PSU, રિયલ્ટી અને મેટલ સૂચકાંકો 1-1 ટકા વધ્યા હતા.

• ભારતીય રૂપિયો શુક્રવારે 6 પૈસા ઘટીને 86.61 પ્રતિ ડૉલર પર બંધ થયો હતો, જ્યારે ગુરુવારે તે 86.55 પ્રતિ ડૉલર પર બંધ થયો હતો.

આઈટી ક્ષેત્રની અગ્રણી ઈન્ફોસિસ અને ખાનગી ક્ષેત્રની એક્સિસ બેન્કના ત્રિમાસિક પરિણામોમાં ઘટાડાને કારણે શુક્રવારે ભારતના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50માં ઘટાડો થયો હતો.

(4:47 PM IST)