News of Friday, 17th January 2025
ઝોમેટોના CEO દીપેન્દ્ર ગોયલે જાહેરમાં માફી માગી અને વચન આપ્યું કે આવી ભૂલ નહીં કરે: જાણો શું હતો મામલો
યુઝરે લખ્યું, ઝોમેટો જેવું પ્લેટફોર્મ આટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકે?

નવી દિલ્હી :દરેક વ્યક્તિ પોતાની મનપસંદ વસ્તુઓ Zomato અને Swiggy પરથી મંગાવે છે. હવે પરીસ્થિતિ એવી છે કે લોકોએ હવે રેસ્ટોરાંમાં જવાનું બંધ કરી દીધું છે અને તેઓ આ એપ્સ દ્વારા ઘરે બેઠાં સ્વાદિષ્ટ વાનગીઓનો ઓર્ડર આપે છે. જો કે, ક્યારેક એવું બને છે કે આ એપ માટે કામ કરતા કર્મચારીઓ કંઈક ભુલ કરે , જેના કારણે યુઝર્સને હાલાકી ભોગવવી પડે છે અને ક્યારેક મામલો ઉચ્ચ સ્તરે પહોંચે છે. આવી જ એક ઘટના આજકાલ ચર્ચામાં છે, જ્યાં એક કર્મચારીની ભૂલને કારણે Zomatoના CEO દીપેન્દ્ર ગોયલને સોશિયલ મીડિયા પર માફી માંગવી પડી.
વાત એમ છે કે એક યુઝરે સોશિયલ મીડિયા પર શાકાહારી ખોરાક માટે વસૂલવામાં આવતી વધારાની કીંમત વિશે માહિતી શેર કરી, જ્યાં તેણે કહ્યું કે Zomato શાકાહારી ખોરાક માટે વધારાના પૈસા વસૂલ કરી રહી છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રુટ ટુ માર્કેટના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ રોહિત રંજને Zomato તરફથી તેમના કેટલાક ઓર્ડર આપ્યા અને વેજ-મોડ એનબેલમેન્ટ ચાર્જ તરીકે 2 રૂપિયા વધારાના ચૂકવવા પડ્યા. જેનો સ્ક્રીનશોટ તેણે શેર કર્યો છે.
આ સ્ક્રીનશૉટ શેર કરતી વખતે તેણે લખ્યું કે જે લોકો શાકાહારી ખોરાક પસંદ કરે છે તેમના માટે આ પ્રશ્ન છે. આ પોસ્ટ વાઈરલ થતાં જ Zomatoના CEO દીપેન્દ્ર ગોયલે તરત જ યુઝર્સની માફી માંગી અને તેનો જવાબ આપતા કહ્યું કે આ અમારા દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી મૂર્ખતા છે જેના માટે હું તમારા બધાની માફી માંગુ છું. આ પ્રશ્ન ને તરત જ હટાવી લેવામાં આવશે અને હું મારી ટીમ સાથે વાત કરીશ જેથી લોકોને ફરી ક્યારેય આ પ્રકારની ભૂલનો સામનો ન કરવો પડે.
આ પોસ્ટ વાયરલ થયા બાદ લોકોએ તેના પર પોતાનો મત વ્યક્ત કર્યો અને મોટાભાગના લોકોએ તેને ખોટો ગણાવ્યો. એક યુઝરે લખ્યું, ઝોમેટો જેવું પ્લેટફોર્મ આટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકે? જ્યારે બીજાએ લખ્યું, 'ભારતમાં શાકાહારી બનવું હવે અભિશાપ જેવું લાગવા લાગ્યું છે.' આ સિવાય બીજા પણ ઘણા યુઝર્સે આ પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
