<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

વડનગરનો ઈતિહાસ 2500 વર્ષ જૂનો: તેને બનાવવા અને જાળવવા માટે અનેક પ્રયાસો :જુઓ પીએમ મોદીએ શેર કર્યો વતનનો વીડિયો

વીડિયોમાં વડનગરના ઈતિહાસની ઝલક:. 2500 વર્ષના ઈતિહાસને આવરી લેતું આ મ્યુઝિયમ 12,500 ચોરસ મીટરમાં ફેલાયેલું :તેને દેશનું પ્રથમ પુરાતત્વીય પ્રયોગાત્મક સંગ્રહાલય તરીકે વર્ણવાયુ :પાંચ હજારથી વધુ પ્રાચીન વસ્તુઓ જોવા મળશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના વતન વડનગરના 2500 વર્ષ જૂના ઈતિહાસના પડઘા સર્વત્ર સંભળાઈ રહ્યા છે. આ શહેર અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે આવેલું છે. વડાપ્રધાન મોદીએ ઈન્ટરનેટ મીડિયા પર વડનગરનો એક વીડિયો શેર કર્યો છે, જે ટ્રેન્ડ થઈ રહ્યો છે.

ઈન્ટરનેટ મીડિયા પર વડનગરના ઈતિહાસનો વીડિયો શેર કરતી વખતે વડાપ્રધાન મોદીએ શુક્રવારે લખ્યું કે, ગુજરાતના વડનગરનો ભવ્ય ઈતિહાસ 2500 વર્ષથી પણ વધુ જૂનો છે. તેને બનાવવા અને જાળવવા માટે અહીં અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે.

આ વીડિયોમાં વડનગરના ઈતિહાસની ઝલક છે. 2500 વર્ષના ઈતિહાસને આવરી લેતું આ મ્યુઝિયમ 12,500 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. તેને દેશનું પ્રથમ પુરાતત્વીય પ્રયોગાત્મક સંગ્રહાલય તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. પાંચ હજારથી વધુ પ્રાચીન વસ્તુઓ જોવા મળશે. માટીના વાસણોથી લઈને મોતી અને છીપના આભૂષણો સુધી, બૌદ્ધ ધર્મની સુંદર કલાકૃતિઓ આ સંગ્રહાલયનું ગૌરવ હશે. આ મ્યુઝિયમ બનાવવા માટે 300 કરોડથી વધુનો ખર્ચ થયો છે. દેશનું આ એકમાત્ર મ્યુઝિયમ હશે, જ્યાં ખોદકામમાંથી મળેલી વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવશે. આ મ્યુઝિયમ આવતા મહિને ફેબ્રુઆરી 2025થી તમામ લોકો માટે ખોલવામાં આવશે.

ગુરુવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહે વડનગરમાં વિશેષ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. વડનગરના 2500 વર્ષ જૂના ઈતિહાસને દર્શાવતા આ મ્યુઝિયમ ઉપરાંત અમિત શાહે પ્રેરણા કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કર્યું છે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્કૂલ છે, જ્યાં તેમણે 9માથી 11મા સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું છે.

(11:50 PM IST)