News of Saturday, 18th January 2025
દેશભરમાં હવામાનના વાવડ

પંજાબના મોટાભાગના જિલ્લાઓમાં સવારે અને સાંજે ગાઢ ધુમ્મસનો પ્રકોપ સતત ચાલુ.
પાટનગર દિલ્હીમાં ૨૨ અને ૨૩ જાન્યુઆરીએ હળવા વરસાદની અને કાતિલ ઠંડીની આગાહી.
કાશ્મીરના પહેલગામમાં માઈનસ -૧૧.૮° ઉષ્ણતામાન પ્રવર્તે છે, કાશ્મીર ખીણમાં હિમવર્ષા અને વરસાદ થંભી જવા છતાં ઠંડીથી કોઈ રાહત નથી, તાપમાન સતત શૂન્ય નીચે જોવા મળે છે.
જમ્મુમાં હવામાન સાફ.ઉતરાખંડમાં પણ વરસાદ અને હિમવર્ષા અટકી ગઈ, રસ્તાઓ ખોલી નખાયા.
રાજસ્થાનના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ આબુમાં કાતિલ ઠંડી, ઉષ્ણતામાન ૦.૮° એ પહોંચ્યું.
દેશના એક ડઝન રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
યાત્રાધામ વૈષ્ણોદેવીમાં આ સિઝનમાં પ્રથમ હિમવર્ષા થઈ છે,.
હિમાલયના પહાડી વિસ્તારોમાં સ્નોફોલ અને વરસાદની આગાહી, હિમાચલમાં તાજેતરમાં સીઝનની પાંચમી હિમવર્ષા થઈ છે
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
