<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલે ભાડુઆતોને આપી બે ભેટ :કરી મોટી જાહેરાત

કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં ભાડૂતોને મફત વીજળી અને પાણીનો લાભ નથી મળી રહ્યો અને તેમને પણ મફત વીજળી અને પાણીનો લાભ મળવો જોઈએ.

નવી દિલ્હી. દિલ્હીમાં ચૂંટણી પહેલા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદારોને રીઝવવામાં વ્યસ્ત છે. આ જ કારણ છે કે દરેક પાર્ટી મતદારો માટે મોટી મોટી જાહેરાતો કરી રહી છે. આ શ્રેણીમાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શનિવારે દિલ્હીના તમામ ભાડૂતો માટે મોટી જાહેરાત કરી છે.

  કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં ભાડૂતોને મફત વીજળી અને પાણીનો લાભ નથી મળી રહ્યો, તેમને પણ મફત વીજળી અને પાણીનો લાભ મળવો જોઈએ. કેજરીવાલે કહ્યું કે હું જ્યાં પણ જાઉં છું ત્યાં લોકો કહે છે કે અમને અન્ય સુવિધાઓનો લાભ મળી રહ્યો છે. 

  પરંતુ અમને મફત વીજળી અને મફત પાણીનો લાભ મળતો નથી, આ ભાડુઆતોની ફરિયાદ છે. કેજરીવાલે કહ્યું કે જ્યારે અમારી સરકાર બનશે ત્યારે અમે એવી સ્કીમ લાવશું જેમાં ભાડૂતોને મફત વીજળી અને પાણી મળી શકશે, આ અમારી ગેરંટી છે

(2:28 PM IST)