<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

કોલકાત્તાના આરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તાલીમાર્થી મહિલા તબીબ ઉપર દુષ્કર્મ કેસમાં આરોપી સંજય રોય દોષિત

એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અનિર્બન દાસની કોર્ટમાં ટ્રાયલ શરૂ થયાના 57 દિવસ બાદ ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો : સીબીઆઈએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી

કોલકાત્તા તા.૧૮ : આરજી કર રેપ કેસ એક ટ્રેઇની મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસના આરોપી સંજય રોયને દોષી ઠેરવવામાં આવ્યો છે. સિયાલદહ કોર્ટની વિશેષ અદાલતે આજે આ ચુકાદો આપ્યો હતો. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અનિર્બન દાસની કોર્ટમાં ટ્રાયલ શરૂ થયાના 57 દિવસ બાદ ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી 11 નવેમ્બરે શરૂ થઈ હતી.

કોલકાતા કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટરની બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયને દોષી ઠેરવવામાં આવ્યો છે. સિયાલદહ કોર્ટની વિશેષ અદાલતે આજે આ ચુકાદો આપ્યો હતો.

એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અનિર્બન દાસની કોર્ટમાં ટ્રાયલ શરૂ થયાના 57 દિવસ બાદ ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી 11 નવેમ્બરે શરૂ થઈ હતી. હાઈકોર્ટના નિર્દેશ પર આ ઘટનાની તપાસ કરી રહેલી સીબીઆઈએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 

ગયા વર્ષે 9 ઓગસ્ટે પીડિતાનો મૃતદેહ આરજી કાર હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના ચોથા માળે સેમિનાર હોલમાંથી મળી આવ્યો હતો. મુખ્ય આરોપી, નાગરિક સ્વયંસેવક સંજય રાયની ઘટનાના બીજા દિવસે ધરપકડ કરવામાં આવી હતી.

(2:57 PM IST)