News of Saturday, 18th January 2025
સૈફ અલી ખાન પર હુમલા કેસમાં છત્તીસગઢના દુર્ગથી આકાશ કનોજિયા નામના શંકાસ્પદ શખ્શની અટકાયત
શંકાસ્પદ વ્યક્તિને દુર્ગ આરપીએફ ચોકી પર લવાયો :મુંબઈ પોલીસ અધિકારીઓનો વીડિયો કોલ દ્વારા સંપર્ક :મુંબઈ પોલીસની એક ટીમ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવા માટે રાયપુર પહોંચશે

મુંબઈ : અભિનેતા સૈફ અલી ખાન પર હુમલા કેસમાં છત્તીસગઢના દુર્ગથી આકાશ કનોજિયા નામના શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. આ શંકાસ્પદ વ્યક્તિ વિશે મુંબઈ પોલીસના જુહુ પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ નિરીક્ષક પાસેથી માહિતી મળી હતી કે એક શંકાસ્પદ વ્યક્તિ જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે અને તેણે શંકાસ્પદ વ્યક્તિનો ફોટો શેર કર્યો છે.
શંકાસ્પદ વ્યક્તિને દુર્ગ આરપીએફ ચોકી પર લાવવામાં આવ્યો અને મુંબઈ પોલીસ અધિકારીઓનો વીડિયો કોલ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો. મુંબઈ પોલીસની એક ટીમ આજે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવા માટે રાયપુર પહોંચશે
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
