News of Saturday, 18th January 2025
તેહરાનમાં સુપ્રીમ કોર્ટ પાસે એક આતંકવાદી હુમલો : બે જજના મોત થયા બે લોકો ઘાયલ
સુરક્ષા દળો હુમલાખોરને પકડી શકે તે પહેલાં, તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.

ઈરાનની રાજધાની તેહરાનમાં શનિવારે આતંકી હુમલો થયો હતો. સુપ્રીમ કોર્ટની બિલ્ડીંગ પાસે એક અજાણ્યા વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં બે જજના મોત થયા હતા અને બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોમાં એક જજ અને એક સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. ફાયરિંગની ઘટના બાદ કોર્ટમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો ચીસો પાડવા લાગ્યા અને અહીં-ત્યાં દોડવા લાગ્યા. જેમાં વકીલો, ગ્રાહકો અને કોર્ટ પરિસરમાં હાજર લોકો સામેલ હતા.
ગોળીબારની આ આતંકવાદી ઘટનામાં બે ન્યાયાધીશોના મોત થયા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, શનિવારે તેહરાનમાં થયેલા હુમલામાં ઈરાનની સુપ્રીમ કોર્ટના ત્રણ જજોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં બે જજ, જજ મોહમ્મદ મોગીસેહ અને હોજાતોલેસ્લામ અલી રજનીનું મોત નીપજ્યું હતું, જ્યારે ત્રીજા જજને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમની સારવાર ચાલી રહી છે. આ હુમલા બાદ હુમલાખોર સ્થળ પરથી ભાગી ગયો ન હતો પરંતુ તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
સ્થાનિક મીડિયા અનુસાર, સુપ્રીમ કોર્ટના ત્રણ જજ પર હુમલો કરનાર વ્યક્તિ સંસ્થામાં નાસ્તાની વ્યવસ્થા કરતો કર્મચારી હતો. તેણે જજ પર ગોળી મારવા માટે હેન્ડગનનો ઉપયોગ કર્યો હતો. ન્યાયતંત્રના મીડિયા સેન્ટરે આ ઘટના અંગે માહિતી આપી હતી. આ ઘટના ઈરાનના સમય અનુસાર સવારે 10.45 વાગ્યે બની હતી
તેમણે કહ્યું કે સવારે સુપ્રીમ કોર્ટમાં એક સશસ્ત્ર ઘૂસણખોરે રાષ્ટ્રીય સુરક્ષા, જાસૂસી અને આતંકવાદ સામેના ગુનાઓ સામેની લડાઈ માટે બે બહાદુર અને અનુભવી ન્યાયાધીશોને નિશાન બનાવીને પૂર્વયોજિત હત્યા કરી હતી. સુપ્રીમ કોર્ટ બ્રાન્ચ 39ના ચીફ હોજાતોલેસ્લામ અલી રજની અને બ્રાન્ચ 53ના ચીફ જસ્ટિસ મોહમ્મદ મોગેસેહ હુમલામાં સામેલ હતા.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલાખોરનો ન તો સુપ્રીમ કોર્ટમાં કોઈ કેસ પેન્ડિંગ હતો અને ન તો તે તેની કોઈ શાખામાં ગયો હતો. હુમલા બાદ ઘટનાસ્થળે હાજર સુરક્ષા અધિકારીઓએ આતંકીને પકડવાની કાર્યવાહી કરી, પરંતુ તે પહેલા તેણે તરત જ આત્મહત્યા કરી લીધી.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
