<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

સૈફ અલી ખાન પર હુમલો કરનાર શરીફુલ ઇસ્લામ શહજાદ બાંગ્લાદેશી: વિજય દાસ બિજોય દાસ અને મોહમ્મદ ઇલ્યાસ સહિત અનેક નામોનો ઉપયોગ કરી રહ્યો હતો: ગુન્હા કબૂલી લીધો

મુંબઈ: પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સૈફ અલી ખાન પર હુમલો કરનાર મુખ્ય આરોપી  શરીફુલ ઇસ્લામ શહજાદ ઘરકામ કરતો હતો, રેસ્ટોરન્ટમાં વેઈટર પણ હતો. તે પાંચ-છ મહિના પહેલા જ મુંબઈ આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી બાંગ્લાદેશી હોઈ શકે છે. મુંબઈ પોલીસ અત્યારે રવિવારે સવારે ૯ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે.

પોલીસ તાજેતરની ધરપકડ વિશે કેટલીક મુખ્ય વિગતો શેર કરી શકે છે. ધરપકડ કરાયેલા આરોપીને મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે હુમલાનો આરોપી વિજય દાસ બિજોય દાસ અને મોહમ્મદ ઇલ્યાસ સહિત અનેક નામોનો ઉપયોગ કરી રહ્યો હતો.

(9:50 AM IST)