<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

થાણેના હીરાનંદાણી એસ્ટેટની નજીક બનેલા લેબર કેમ્પ નજીક આવેલી ઝાડીઓમાંથી સૈફના હુમલાખોર ને પોલીસે પકડી પાડ્યો: કોર્ટમાં હાજર કરી રિમાંડ માંગશે

સૈફ અલી ખાન પર હુમલો કરનાર બાંગ્લાદેશી  ૫-૬ મહિના પહેલાં જ મુંબઈ આવ્યો હતો..મોડી રાતે લગભગ ૧૦૦ જેટલી ટુકડી સાથે કાર્યવાહી કરતાં પોલીસે થાણેના હીરાનંદાણી એસ્ટેટની નજીક બનેલા લેબર કેમ્પ નજીક આવેલી ઝાડીઓમાંથી તેને પકડી પાડ્યો હતો. આજે કોર્ટમાં હાજર કરી રિમાંડ માંગશે. હવે અસલ ચોર પકડાઈ ગયો છે ત્યારે તે સૈફના ઘરમાં કેમ ઘૂસ્યો હતો તેના રહસ્યો ઉઘાડા પડશે. હાલમાં સૈફની હાલત સ્થિર છે. મોબાઈલ ચાલુ કરતાવેત તેનું સ્થળ પકડાઈ ગયેલ.

માહિતી અનુસાર મો.શહેજાદ એ જ વ્યક્તિ છે જેણે ૧૬ જાન્યુઆરીની રાતે ઘરમાં ઘૂસીને સૈફ પર ચપ્પાથી હુમલા કર્યા હતા. આરોપીની ઓળખ પહેલા વિજય દાસ તરીકે જાહેર કરાઈ હતી પરંતુ તે પછીથી મો.શહેજાદ હોવાનો ખુલાસો થયો છે. પકડાયા બાદ તેણે પોલીસ સામે સ્વીકાર્યું કે મેં જ સૈફ અને કરીનાના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. આરોપી થાણેના રિકી બારમાં હાઉસકીપિંગ વર્કર તરીકે કામ કરતો હતો. આરોપીની ઓળખ લગભગ 30 વર્ષની આજુબાજુ હોવાની આશંકા છે. 

સૈફની હાલત સ્થિર છે અને તે રિકવરી મોડમાં છે.

 

(10:32 AM IST)