<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

ગાઝા પટ્ટીમાં આજથી યુદ્ધવિરામ અમલમાં: બદલો લેવા ૪૭૦ દિવસ સુધી ઇઝરાયેલે મહા ભયાનક વિનાશ વેર્યો

૪૭૦ દિવસના અવિરત ઇઝરાયલી નરસંહાર અને પ્રચંડ વિનાશ પછી ગાઝા પટ્ટીમાં આજથી યુદ્ધવિરામ અમલમાં આવી ગયો છે. કતારના વડાપ્રધાનની દરમિયાનગીરીથી આ યુદ્ધ વિરામ અમલી બન્યો છે.

હમાસે ઇઝરાયેલની સરહદ ઉપર હુમલો કરી સેકડો ઇઝરાયેલી નાગરિકોના અપહરણ કર્યા હતા, તેમના ઉપર અમાનુષી ત્રાસ ગુજારેલ અને ભયાનકતા આચરેલ હતી તેના પગલે ઇઝરાયેલે ૪૭૦ દિવસ સુધી ગાઝા પટ્ટીમાં ભયાનક વિનાશ સર્જ્યો હતો.

 

(12:15 PM IST)