<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

છેલ્લી ઘડીએ ગાઝા પટ્ટિમાં યુદ્ધ વિરામનો અમલ અટકી પડ્યો: ગાઝામાં ઇઝરાયેલી હુમલાઓ યથાવત ચાલુ

ઇઝરાયેલી સંરક્ષણ દળના પ્રવક્તાએ પુષ્ટિ આપી છે કે હમાસે એમને બંધકોની યાદી નથી મોકલી, અને હજુ સુધી પોતાની જવાબદારીઓ પૂર્ણ કરી નથી, અને તેથી, જ્યાં સુધી તેઓ હમાસ પોતાના વચન પુરા નહીં કરે ત્યાં સુધી યુદ્ધવિરામ લાગુ કરવામાં આવશે નહીં. ગાઝામાં હવે હુમલાઓ ચાલુ છે, કારણ કે યુદ્ધવિરામ અમલમાં નથી તેમ તેમણે જણાવ્યું છે.

દરમિયાન ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે જાહેરાત કરી છે કે તેણે તાજેતરમાં ગાઝા પટ્ટીમાં એક સ્પેશિયલ લશ્કરી ઓપરેશન હાથ ધર્યું હતું, જેના પરિણામે સ્ટાફ સાર્જન્ટ ઓરોન શૌલનો મૃતદેહ મળી આવ્યો હતો, જે ૨૦૨૪ માં હમાસ દ્વારા કબજે કરવામાં આવેલ અને માર્યા ગયા હતા.

(12:26 PM IST)