News of Sunday, 19th January 2025
મહેન્દ્રગઢ બાસપાસ રોડ પર સ્કૂટી તથા બ્રેઝા ગાડીની ટક્કરઃ ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરના નાની અને મામાનું કરૂણ મોત
આ ટક્કર એટલી ભયાનક હતી કે બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયુઃ ચરખી દાદરીમાં થયેલી આ દુર્ઘટનાની તરત બાદ બ્રેઝા ગાડીનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો

નવી દિલ્હીઃ ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર સાથે ખેલ રત્ન મળવાના બીજા જ દિવસે એક મોટી દુર્ઘટના થઈ ગઈ. હકીકતમાં જોએ તો, તેની નાની અને મામાનું એક રોડ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મહેન્દ્રગઢ બાસપાસ રોડ પર સ્કૂટી તથા બ્રેઝા ગાડીની ટક્કર થઈ ગઈ, જેમાં બંનેના જીવ ગયા છે.
આ ટક્કર એટલી ભયાનક હતી કે બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું. ચરખી દાદરીમાં થયેલી આ દુર્ઘટનાની તરત બાદ બ્રેઝા ગાડીનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. પોલીસને જેવી આ ઘટના વિશે જાણકારી મળી તેઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા. તેણે મનુ ભાકરના મામા અને નાનીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી.
(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
