<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

મન કી બાત: આ વખતે 'પ્રજાસત્તાક દિવસ' ખૂબ જ ખાસ : મહાકુંભ, સ્ટાર્ટ-અપ સંસ્કૃતિ અને અંતરિક્ષમાં ભારતની ઉડાન...

સામાન્ય રીતે મહિનાના છેલ્લા રવિવારે યોજાતી મન કી બાત 26 જાન્યુઆરીના કારણે મુલતવી રાખવામાં આવી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે 2025 ના પ્રથમ મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. મન કી બાત એ વડાપ્રધાનનો માસિક રેડિયો કાર્યક્રમ છે જેમાં તેઓ દેશના નાગરિકો સાથે રાષ્ટ્રને લગતા મુદ્દાઓ અને વિષયો પર વાત કરે છે. સામાન્ય રીતે મહિનાના છેલ્લા રવિવારે યોજાતી મન કી બાત 26 જાન્યુઆરીના કારણે મુલતવી રાખવામાં આવી છે.

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2025ના પ્રથમ 'મન કી બાત'માં કહ્યુ હતુ કે,  આ તેનો 118મો એપિસોડ છે. પીએમએ કાર્યક્રમમાં પ્રયાગરાજના મહાકુંભ સહિત ચૂંટણીઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા.

મન કી બાતને સંબોધતા પીએમએ કહ્યું કે તમે એક વાતનું ધ્યાન રાખ્યું હશે કે દર વખતે મન કી બાત મહિનાના છેલ્લા રવિવારે થાય છે, પરંતુ આ વખતે અમે ચોથા રવિવારને બદલે ત્રીજા રવિવારે મળી રહ્યા છીએ, એક અઠવાડિયા પહેલા. આવતા અઠવાડિયે રવિવારે ગણતંત્ર દિવસ હોવાથી હું તમામ દેશવાસીઓને ગણતંત્ર દિવસની અગાઉથી શુભેચ્છા પાઠવું છું.   

આ વખતે 'પ્રજાસત્તાક દિવસ' ખૂબ જ ખાસ છે 

પીએમએ કહ્યું કે આ વખતનો 'પ્રજાસત્તાક દિવસ' ખૂબ જ ખાસ છે. ભારતીય પ્રજાસત્તાકની આ 75મી વર્ષગાંઠ છે. આ વર્ષે બંધારણના અમલીકરણને 75 વર્ષ પૂર્ણ થયા છે. હું બંધારણ સભાના તે તમામ મહાન વ્યક્તિત્વોને વંદન કરું છું જેમણે આપણને આપણું પવિત્ર બંધારણ આપ્યું છે.


 

(1:02 PM IST)