તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 19th January 2025
ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ નહીં થાય? જ્યાં સુધી ઈઝરાયલને હમાસ પાસેથી મુક્ત કરાયેલા બંધકોની યાદી ન મળે ત્યાં સુધી ગાઝામાં યુદ્ધવિરામ નહીં થાય: નેતન્યાહૂની શરત
ગઇકાલે ગાઝા પર ઈઝરાયલ દ્વારા બોમ્બારો કરતા પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતા

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ ફરી એકવાર ટળી ગયું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસ સામે કડક વલણ અપનાવ્યું છે. રવિવારે, નેતન્યાહૂએ કહ્યું કે, જ્યાં સુધી ઈઝરાયલને હમાસ પાસેથી મુક્ત કરાયેલા બંધકોની યાદી ન મળે ત્યાં સુધી ગાઝામાં યુદ્ધવિરામ નહીં થાય.
યુદ્ધવિરામના માંડ એક કલાક પહેલાં, ઈઝરાયલના વડાપ્રધાને પોતાની ચેતવણીનું પુનરાવર્તન કર્યું, જેનાથી યુદ્ધવિરામની સંભાવના ફરી ઓછી થઈ ગઈ છે. જોકે બીજીબાજુ, હમાસે નામ સોંપવામાં મોડુ કરવા માટે 'ટેક્નિકલ ખામી' ને જવાબદાર ગણાવી છે. હમાસે કહ્યું કે, અમે ગત અઠવાડિયે જાહેર યુદ્ધવિરામ કરાર માટે પ્રતિબદ્ધ છીએ.
જણાવી દઈએ કે, ગાઝામાં યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિ માટે હમાસ સાથે થયેલાં એક કરારને ઈઝરાયલની કેબિનેટના છ કલાકથી વધારે સમય સુધી ચાલેલી બેઠક બાદ શનિવારે મંજૂરી આપી દીધી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, કેબિનેટના આઠ સભ્યોએ કરારનો વિરોધ કર્યો હતો. જોકે, 24 મંત્રીઓએ કરારનું સમર્થન કર્યું. વિરોધીઓએ કહ્યું કે, કરાર હમાસની સામે આત્મસમર્પણને દર્શાવે છે.
ઈઝરાયલના ન્યાય મંત્રાલયે 737 પેલેસ્ટાઇનના કેદીઓની સૂચિ જાહેર કરી છે, જેને ગાઝામાં હમાસ સાથે યુદ્ધ વિરામ કરાર હેઠળ મુક્ત કરવાના હતાં. પરંતુ, કરાર પર સંમતિ દર્શાવ્યા બાદ પણ ઈઝરાયલ દ્વારા ગાઝામાં હવાઈ હુમલા શરૂ જ છે. શનિવારે ગાઝા પર ઈઝરાયલ દ્વારા બોમ્બારો કરાયો હતો. આ હવાઈ હુમલામાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. પેલેસ્ટાઇનના સિવિલ ઈમરજન્સી સર્વિસે જણાવ્યું કે, બુધવારે યુદ્ધવિરામ કરારની જાહેરાત કર્યા બાદ ઈઝરાયલના બોમ્બારામાં 123 પેલેસ્ટાઇનના લોકોના મોત નિપજ્યા હતાં.
જણાવી દઈએ કે, સાત ઓક્ટોબર, 2023ના દિવસે હમાસ દ્વારા ઈઝરાયલમાં મોટા પાયે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં આશરે 1200 લોકોના મોત થઈ ગયા હતાં. 250થી વધારે લોકોને બંધક બનાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ ઈઝરાયલ તરફથી ગાઝામાં ચલાવવામાં આવેલાં સૈન્ય અભિયાનમાં અત્યાર સુધી 46,899 લોકોના મોત થઈ ગયા છે.
અમેરિકા અને કતરની મધ્યસ્થીમાં થયેલાં કરારની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી. હમાસે શુક્રવારે કહ્યું કે, ગાઝામાં યુદ્ધવિરામના રસ્તા પરથી તમામ અડચણો દૂર થઈ ગઈ છે. હમાસે પહેલાં જ આ કરારનો સ્વીકાર કરી દીધો છે. યુદ્ધ વિરામનો આ કરાર ત્રણ તબક્કામાં થશે.
કરાર હેઠળ અઠવાડિયાના પહેલાં તબક્કામાં હમાસ 98 બંધકોમાંથી 33 બંધકોને મુક્ત કરશે. તેમાં તમામ મહિલા, બાળકો અને 50થી વધારે ઉંમરના લોકો હશે. જોકે, ઈઝરાયલ તેના બદલે પોતાની જેલમાંથી આશરે બે હજાર પેલેસ્ટાઇનના લોકોને મુક્ત કરશે. તેમાં અહેમદ બરગૌટી જેવા અમુક આતંકવાદી પણ સામેલ છે. બરગૌટી ઈઝરાયલમાં હત્યા માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
ઈઝરાયલના ન્યાય મંત્રાલયે કહ્યું કે, રવિવારે પ્રત્યેક મહિલા બંધકની બદલે 30 પેલેસ્ટાઇનના કેદીઓને મુક્ત કરવામાં આવશે. રવિવારે બંધકોને મુક્ત કર્યા બાદ, પ્રમુખ અમેરિકન વાર્તાકાર બ્રેટ મેકગર્કે કહ્યું કે, કરાર અનુસાર સાત દિવસ બાદ ચાર અન્ય મહિલા બંધકોને મુક્ત કરવામાં આવશે. આવતા પાંચ અઠવાડિયામાં બાકીના 26 બંધકોને મુક્ત કરવામાં આવશે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
