<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

નરેન્દ્રભાઈના ભત્રીજા સચિન પંકજભાઈ મોદીએ કુંભ મેળામાં મિત્રો સાથે સામાન્ય પ્રજાજનની જેમ જ કુંભ સ્નાન કર્યું અને ભજનો ગાયા: યુવાનોમાં સનાતન ધર્મ પ્રત્યે ઉત્સાહ જગાડી રહ્યા છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભત્રીજા સચિન પંકજભાઈ મોદી કુંભ મેળામાં પહોંચ્યા છે. તે વ્યવસાયે કોમ્પ્યુટર એન્જિનિયર છે પરંતુ તેને ભજન ગાવાનો શોખ છે. સચિન તેના બે સીએ મિત્રો સાથે મહાકુંભમાં પહોંચ્યો છે

યુપીના પ્રયાગરાજમાં મહાકુંભના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે, આવો જ એક વીડિયો પીએમ મોદીના ભત્રીજાનો પણ છે. વડાપ્રધાનના સગા ભત્રીજા હોવા છતાં શાહી સ્નાન સમયે સચિન મોદી કુંભના મેળામાં એક સામાન્ય ભક્તની જેમ જ ભક્તિમય રીતે તલ્લીન થયા છે.

તેઓ મહા કુંભ મેળામાં યુવાનોમાં સનાતન ધર્મ પ્રત્યે ઉત્સાહ જગાડી રહ્યા છે. સચિનને ધાર્મિક ગીતો ગાવામાં પહેલેથી જ રસ છે. તેણે તેના મિત્રો સાથે એક ભજન ગ્રુપ પણ બનાવ્યું છે અને દર શનિવારે તે તેના ગ્રુપ સાથે અમદાવાદ અને ગાંધીનગરના અલગ-અલગ કાફેમાં જાય છે અને હનુમાન ચાલીસા અને ભજન ગાય છે અને યુવાનોને પોતાની સાથે જોડે છે.

(3:20 PM IST)