News of Sunday, 19th January 2025
કુભમેળાનો ફાયદો ઉઠાવીને પ્રાઇવેટ પ્લેન કંપનીઓએ પણ પોતાના ભાડાનામાં કર્યો મસમોટો વધારોઃ પ૦ હજારને પાર
સામાન્ય દિવસોમાં અમદાવાદ થી પ્રયાગરાજ નું પ્લેનનું ભાડુ મેક્સિમમ 6 હજાર સુધી જોવા મળે છેઃ Air India નું ભાડું 59,234, Akasa Air નું ભાડું 30,066, Alliance Air નું ભાડું 48,351, IndiGo નું ભાડું 45,294 અને SpiceJet નું ભાડું 40,747 હાલની તારીખમાં જોવા મળી રહ્યું છે

ઉત્તર પ્રદેશમાં આવેલા પ્રયાગરાજમાં કુંભનો મેળો 45 દિવસ સુધી ચાલવાનો છે. જેમાં દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે જઇ રહ્યા છે. જેમાં ખાસ કરીને લોકો ટ્રેન અને પ્લેનનો સહારો લઈ રહ્યા છે. પરંતુ આ કુભમેળાનો ફાયદો ઉઠાવીને પ્રાઇવેટ પ્લેન કંપનીઓએ પણ પોતાના ભાડાનામાં મસમોટો વધારો કરી દીધો છે. સામાન્ય દિવસોમાં અમદાવાદ થી પ્રયાગરાજ નું પ્લેનનું ભાડુ મેક્સિમમ 6 હજાર સુધી જોવા મળે છે, જે આજની તારીખમાં 50 હજારને વટાવી ચૂક્યું છે.
આ વધતા ભાડાના કારણે પ્રયાગરાજ કુંભ મેળામાં પહોંચવા માટે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. કારણ કે સામાન્ય જનતાને આ ભાડું પોસાય તેમ નથી. તેમ છતા ના છૂટકે મોંઘા ભાડા ભરીને જવુ પડી રહ્યું છે. અત્યારે પ્રયાગરાજ જતી તમામ ટ્રેનો પણ હાઉસફૂલ જોવા મળી રહી છે. અને પ્રાઇવેટ વાહનમાં જવા આવવામાં લોકોનો ટાઇમ ઘણો બગડી રહ્યો છે.
અમદાવાદ થી પ્રયાગરાજ પ્લેનના ભાડાની વાત કરવામાં આવે તો, હાલમાં મેક્સિમમ ભાડુ 50 હજારને પાર પહોંચી ગયું છે. જે સામાન્ય દિવસોમાં 5 થી 6 હજાર જોવા મળે છે. જેમાં MakeMy Trip માં જણાવ્યા અનુસાર, Air India નું ભાડું 59,234, Akasa Air નું ભાડું 30,066, Alliance Air નું ભાડું 48,351, IndiGo નું ભાડું 45,294 અને SpiceJet નું ભાડું 40,747 હાલની તારીખમાં જોવા મળી રહ્યું છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
