<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

પ્રયાગરાજ મહાકુંભમાં રેલ્વે બ્રિજ નીચે એક ટેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી:સિલિન્ડરમાં વિસ્ફોટ : અનેક ટેન્ટ આગની લપેટમાં

ભારે પવનને કારણે અન્ય ટેન્ટ પણ આગ ભભૂકી :ટેન્ટમાં રાંધવા માટે ગેસ સિલિન્ડર ફાટ્યો અને લગભગ બે ડઝન ટેન્ટ બળીને ખાખ :સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો

પ્રયાગરાજ મહાકુંભ મેળા સંકુલમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. મહાકુંભ મેળા વિસ્તારના શાસ્ત્રી બ્રિજ સેક્ટર-19 કેમ્પમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી જે બાદ અનેક ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

પ્રયાગરાજ મહાકુંભ મેળા સંકુલમાં ભીષણ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહાકુંભ મેળા વિસ્તારના શાસ્ત્રીબ્રિજ સેક્ટર-19ના કેમ્પમાં આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી જે બાદ અનેક ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે

કહેવાય છે કે ટેન્ટમાં રસોઈ બનાવતી વખતે આગ લાગી હતી. પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી. શરૂઆતમાં એક ટેન્ટમાં આગ લાગી હતી પરંતુ ભારે પવનને કારણે અન્ય ટેન્ટ પણ આગની લપેટમાં આવી ગયા હતા. ટેન્ટમાં રાંધવા માટે ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતો, જે ફાટ્યો અને લગભગ બે ડઝન ટેન્ટ બળી ગયા. ભયાનક આગની ઘટનાને પગલે વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડના જવાનો આગ ઓલવવામાં વ્યસ્ત છે.

(4:54 PM IST)